5 મિનિટ પેહલા
- કૉપી લિંક
પીઢ અભિનેત્રી મુમતાઝે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં શમ્મી કપૂર સાથેના તેના સંબંધો વિશે વાત કરી હતી. મુમતાઝે જણાવ્યું કે શા માટે તેણે 17 વર્ષની ઉંમરે શમ્મી કપૂરના લગ્નના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો.
મુમતાઝ અને શમ્મી કપૂરે ‘બ્રહ્મચારી’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં બંનેની જોડી દર્શકોને ઘણી પસંદ આવી હતી.
મુમતાઝે કહ્યું- મને શમ્મી કપૂરથી વધારે કોઈ પ્રેમ કરી શકે નહીં
રેડિફ સાથેની વાતચીતમાં, મુમતાઝે ખુલાસો કર્યો કે જ્યારે તે માત્ર 17 વર્ષની હતી ત્યારે શમ્મી કપૂરે તેને કેવી રીતે પ્રપોઝ કર્યું હતું. મુમતાઝે કહ્યું- હું 17 વર્ષની હતી. તે ઇચ્છતા હતા કે હું મારી કારકિર્દી છોડી દઉં. મને નથી લાગતું કે તેમણે મને જેટલો પ્રેમ આપ્યો તેટલો કોઈ મને આપી શકે. હું તેમને ક્યારેય ભૂલી નથી. આજે પણ જ્યારે તેમનું નામ આવે છે ત્યારે મારી આંખમાં આંસુ આવી જાય છે. તે પ્રેમપ્રકરણ નહોતું, પરંતુ તેનાથી ઘણું વધારે હતું. અમે એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા.
મુમતાઝે પ્રેમ અથવા કરિયર પસંદ કરવાનું હતું
મુમતાઝે જણાવ્યું કે તે સમયે કપૂર પરિવારની મહિલાઓ કામ કરી શકતી નહોતી. આ જ કારણ હતું કે તેણે પોતાની કારકિર્દી માટે પોતાના પ્રેમનું બલિદાન આપવું પડ્યું. તેણે કહ્યું- તેમણે (શમ્મી કપૂર) તેમના પરિવારની ઈચ્છાઓનું સન્માન કર્યું. મારે મારી કારકિર્દીનું સન્માન કરવું હતું. આ સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. હું બીજું શું કરી શકું?
મારા પર મારા પરિવારની જવાબદારી પણ હતી. સ્ટ્રગલર હોવા છતાં મને 8 લાખ રૂપિયા ચૂકવવામાં આવતા હતા. હું મારા સમયની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી હતી.
શમ્મી કપૂરે આપેલા એક ઈન્ટરવ્યુમાં મુમતાઝ સાથેના તેના સંબંધો વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે કેવી રીતે તેમનો પ્રેમ એક દુઃસ્વપ્ન બની ગયો હતો. તેમણે કહ્યું હતું- તે સમયે હું વિધુર હતો (જેની પત્ની મૃત્યુ પામી હતી). મુમતાઝ ખૂબ જ સુંદર છોકરી હતી. થોડા સમય માટે અમે બંનેએ સપનું જોયું અને પછી તે દુઃસ્વપ્નમાં ફેરવાઈ ગયું. હું આજે જેમ છું તેમ ખુશ છું.
આ મુમતાઝ અને મયુર માધવાણીના લગ્નની તસવીર છે.
શમ્મી કપૂરની પહેલી પત્ની ગીતા બાલીનું મૃત્યુ થયું હતું. તેમની પ્રથમ પત્નીના મૃત્યુ પછી, તેમણે સંતાન પ્રાપ્તિ માટે નીલા દેવી સાથે બીજી વાર લગ્ન કર્યા. જ્યારે 1974માં મુમતાઝે બિઝનેસમેન મયુર માધવાણી સાથે લગ્ન કર્યા હતા.