12 મિનિટ પેહલા
- કૉપી લિંક
દિગ્ગજ એક્ટ્રેસ આશા પારેખે દિવંગત એક્ટર શમ્મી કપૂર સાથેના તેમના બોન્ડિંગ વિશે વાત કરી છે. બંનેએ ‘તીસરી મંઝિલ’, ‘દિલ દેખે દેખો’ અને ‘પગલા કહીં કા’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. આ દરમિયાન શમ્મી કપૂરે કહ્યું હતું કે તેમણે આશા પારેખ સાથે લગ્ન કર્યા છે, જે સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. હવે એક ઇન્ટરવ્યૂમાં આશા પારેખે શમ્મી કપૂરના આ નિવેદન પાછળની સ્ટોરી જણાવી છે.
આશા પારેખના માતા-પિતાને આઘાત લાગ્યો હતો
ચેટ શો ‘ધ ઈન્વિન્સીબલ સીરીઝ વિથ અરબાઝ ખાન સીઝન 2’માં ગેસ્ટ તરીકે આવેલી આશા પારેખે શમ્મી કપૂર સાથેના લગ્નના સમાચાર પર સ્પષ્ટતા કરતા કહ્યું, ‘આ એક લાંબી વાર્તા છે. અમે મહાબળેશ્વરમાં શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે ઓમ પ્રકાશજીએ બધાને કહ્યું કે મેં અને શમ્મીજીએ લગ્ન કરી લીધા છે. બધા ચોંકી ગયા અને પછી નાસિર હુસૈન જીના ઘરે એક પાર્ટી હતી જ્યાં બધાએ ઉજવણી કરવાનું શરૂ કર્યું કે તેમણે લગ્ન કરી લીધા છે.
1959માં રિલીઝ થયેલી ફિલ્મ ‘દિલ દેકે દેખો’માં આશા પારેખ અને શમ્મી કપૂર
આશાએ વધુમાં કહ્યું, ‘ત્યાં જાણીતા પત્રકાર દેવયાનીજી પણ હાજર હતા. તેમણે પણ તે સાંભળ્યું અને મને પૂછ્યું – શું તમે પરિણીત છો? હું સમજી શકતી નહતી કે શું થઈ રહ્યું છે. શમ્મીજીએ મને કહ્યું કે કંઈ ન બોલો. મેં કહ્યું ઠીક. હકીકતમાં આ મજાક હતી. મારા પિતા પણ તરત જ સેટ છોડી ગયા. બધાએ મારા પિતાને સેટ છોડતા જોયા અને મને પૂછ્યું કે તેઓ કેમ ગયા.
આશાએ આગળ કહ્યું, ‘બાદમાં પિતાએ કહ્યું કે લગ્ન વિશે સાંભળીને તેઓ અને માતા આઘાતમાં હતા અને તેથી સેટ છોડી દીધો. તે દરમિયાન શમ્મીજી પણ કોઈને ડેટ કરી રહ્યા હતા અને લગ્નના ખોટા સમાચાર સાંભળીને યુવતી પણ પરેશાન થઈ ગઈ હતી.
આશા પારેખ હવે 81 વર્ષના છે
‘દિલ દેકે દેખો’થી રાતોરાત સુપરસ્ટાર બન્યા
શમ્મી કપૂર ફિલ્મ ‘દિલ દેકે દેખો’માં આશા પારેખ સાથે હતા. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ અને આશા રાતોરાત બોલિવૂડના સુપરસ્ટાર બની ગયા હતા.
આ ફિલ્મ પછી હુસૈને આશાને 6 વધુ ફિલ્મો આપી ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’ (1961), ‘ફિર વહી દિલ લાયા હૂં’ (1963), ‘તીસરી મંઝિલ’ (1966), ‘બહારોં કે સપને’ (1967). , ‘પ્યાર કા મૌસમ’ (1969) અને ‘કારવાં’ (1971) અને બધી બોક્સ ઓફિસ પર સફળ રહી.
આ સિવાય આશાએ પોતાના કરિયરમાં ‘કટી પતંગ’, ‘ઉપકાર’, ‘આન મિલો સજના’ અને ‘લવ ઇન ટોક્યો’ જેવી સુપરહિટ ફિલ્મો પણ આપી.
લાઈફ ટાઈમ અચીવમેન્ટ અને પદ્મશ્રી અવૉર્ડથી સન્માનિત આશા પારેખે 40 વર્ષની કારકિર્દીમાં લગભગ 95 બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. તે છેલ્લે 1999માં આવેલી ફિલ્મ ‘સર આંખો પર’માં જોવા મળ્યા હતા.