16 મિનિટ પેહલા
- કૉપી લિંક
1995માં આવેલી ફિલ્મ ‘સુરક્ષા’માં જોવા મળેલી એક્ટ્રેસ શીબા આકાશદીપે તાજેતરમાં જ ફિલ્મના સેટ પર કો-એક્ટર આદિત્ય પંચોલી સાથેનાં પોતાનાં ઝઘડા વિશે વાત કરી. એક્ટ્રેસે જણાવ્યું કે એક દિવસ સેટ પર એટલો મોટો ઝઘડો થયો કે આદિત્ય પંચોલી અડધી રાતે રસ્તા વચ્ચે તેની સાથે ગાળા ગાળી કરવાનું શરૂ કરી દીધું, જેના કારણે તે શૂટિંગ છોડીને ચાલી ગઈ.

પિંકવિલાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં, શીબા આકાશદીપને તેમના અને આદિત્ય પંચોલી વચ્ચેના ઝઘડા વિશે પૂછવામાં આવ્યું. આ અંગે એક્ટ્રેસે કહ્યું, હું બે શિફ્ટમાં કામ કરતી હતી એટલે અડધી રાતે ‘સુરક્ષા’નાં સેટ પર પહોંચી હતી. હું મારી બ્લેન્કેટ ઓઢીને સૂઈ રહી હતી. તે સમયે વેનિટી વેન નહોતી. હું મારા શોટ માટે કારમાંથી બહાર આવી. ડિરેક્ટર અમને બંનેને કેટલાક શોટ્સ સમજાવી રહ્યાં હતાં. તેણે ફરીને મને કહ્યું કે આ રીતે કર. મને ખૂબ ઊંઘ આવતી હતી તેથી મેં કહ્યું કે તમે તમારું કામ કરો, મને મારું કામ કરવા દો.
એક્ટ્રેસે આગળ કહ્યું કે, તે ખૂબ જ ઉગ્રહ થઈ ગયો. તેને અડધી રાતે મારી સાથે ખૂબ જ દુર્વ્યવહાર, બૂમો અને ચીસો પાડી. હું ડરી ગઈ હતી. હું રડતી રડતી પ્રોડ્યૂસર તરફ જોઈ રહી હતી પણ પ્રોડ્યૂસરે મારી તરફ જોયું પણ નહીં. કારણ કે તે સમજી જ ન શક્યા કે હીરો અને હિરોઈન આ રીતે સેટ પર લડી રહ્યાં છે. હું ગાડીમાં બેઠી, જોરથી દરવાજો બંધ કરી ત્યાંથી નીકળી ગઈ. આ પહેલી વાર હતું જ્યારે હું આવી રીતે સેટ પરથી અધવચ્ચે જતી રહી હોય. મેં કહી દીધું કે હું કામ નહીં કરું. મારી સાથે ખૂબ દુર્વ્યવહાર થયો અને તમે ઊભા રહીને તમાશો જોઈ રહ્યાં હતાં, હું સેટ પર નહીં આવું.

શીબા આકાશદીપે એમ પણ કહ્યું કે આ લડાઈ પછી તેણે આદિત્ય પંચોલી સાથે શૂટિંગ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. તેણે ફિલ્મ માટે એકલા એક ગીત શૂટ કર્યું.
શીબા ‘સૂર્યવંશી’, ‘લહુ કે દો રંગ’, ‘કાલિયા’ જેવી ઉત્તમ ફિલ્મોમાં જોવા મળી છે. આ એક્ટ્રેસ છેલ્લે 2023માં ‘રોકી ઔર રાની કી પ્રેમ’ કહાનીમાં જોવા મળશે. એક સમયે શીબાનું નામ અક્ષય કુમાર સાથે પણ જોડાયું હતું.