3 મિનિટ પેહલા
- કૉપી લિંક
અભિનેત્રી શ્રદ્ધા કપૂર પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. તેનું નામ રાઇટર રાહુલ મોદી સાથે લાંબા સમયથી જોડાયેલું છે. પરંતુ બંનેએ ક્યારેય પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરી નથી. પરંતુ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર કંઈક એવું પોસ્ટ કર્યું છે, જે દર્શાવે છે કે અભિનેત્રીએ રાહુલ મોદી સાથેના તેના સંબંધોની પુષ્ટિ કરી છે.
શ્રદ્ધા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર રાહુલ મોદી સાથેની સેલ્ફી પોસ્ટ કરતી વખતે કેપ્શન લખ્યું છે. અભિનેત્રીએ લખ્યું છે -‘દિલ રખ લે પર નીંદ વાપસ કર દે’. આ પહેલીવાર છે જ્યારે અભિનેત્રીએ રાહુલ મોદી માટે કોઈ ઓફિશિયલ પોસ્ટ શેર કરી હોય.
તેમના અફેરના સમાચાર ઘણા સમયથી હેડલાઇન્સમાં રહ્યા હતા. બંને ઘણા પ્રસંગોએ સાથે જોવા મળ્યા હતા. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશન માટે જામનગર જતા સમયે બંને મુંબઈ એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમનો પરિવાર પણ તેમના સંબંધોથી ખુશ છે.
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો શ્રદ્ધા અને રાહુલની મુલાકાત ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’ દરમિયાન થઈ હતી. રાહુલ આ ફિલ્મ સાથે લેખક તરીકે જોડાયેલો હતો. આ ફિલ્મના શૂટિંગ બાદથી તેમની બોન્ડ વધુ મજબૂત બન્યો છે. ફિલ્મનું શૂટિંગ પૂરું થયું ત્યાં સુધીમાં બંને એકબીજા સાથે આરામદાયક બની ગયા હતા. પરંતુ તેઓ તેમના સંબંધને સત્તાવાર બનાવવાની ઉતાવળમાં ન હતા.
લવ રંજન દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’માં શ્રદ્ધા કપૂરે રણબીર કપૂર સાથે સ્ક્રીન શેર કરી હતી. રાહુલે ‘પ્યાર કા પંચનામા 2’ અને ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’માં લેખક તરીકે પણ કામ કર્યું છે. એવું કહેવાય છે કે 2022માં શ્રદ્ધાનું ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠ સાથે બ્રેકઅપ થયું હતું. જે બાદ રાહુલ તેમના જીવનમાં આવ્યો છે.