6 મિનિટ પેહલા
- કૉપી લિંક
શ્રદ્ધા તેની હોરર-કોમેડી ફિલ્મ ‘સ્ત્રી 2’ની સફળતાનો આનંદ માણી રહી છે. જોકે, ફિલ્મની સાથેની તેનું અંગત જીવન પણ ચર્ચામાં રહેતું હોય છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં શ્રદ્ધાએ તેના રિલેશનશિપની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે, તેને તેના પાર્ટનર સાથે સમય વિતાવવો પસંદ છે. શ્રદ્ધાએ તેના લગ્નના પ્લાન વિશે પણ કેટલીક રસપ્રદ માહિતી શેર કરી છે.
એક ઇન્ટરવ્યુ દરમિયાન, શ્રદ્ધા કપૂરે સ્વીકાર્યું કે મીન રાશિ સાથે સંકળાયેલી કેટલીક લાક્ષણિકતાઓ તેનામાં છે, ખાસ કરીને પ્રેમ સંબંધિત પાસમાં તેની લાગણી, જેને અસાધારણ ગણાવ્યું હતું- તે માને છે કે જ્યાં સુધી જીવનસાથી છે ત્યાં સુધી બીજા કોઈની જરૂર નથી.
શ્રદ્ધા અને રાહુલની મુલાકાત ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’ દરમિયાન થઈ હતી
નામ લીધા વગર ઈશારો-ઈશારોમાં વાત! કોઈનું નામ લીધા વગર જ શ્રદ્ધાએ તેમના સંબંધોની પુષ્ટિ કરી અને કહ્યું કે- મને મારા પાર્ટનર સાથે સમય વિતાવવો અને તેની સાથે મૂવી જોવાનું, ડિનર માટે બહાર જવાનું અથવા મુસાફરી કરવાનું પસંદ છે.
લગ્ન વિશે શ્રદ્ધાએ શું કહ્યું? જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તે લગ્નમાં માને છે, તો શ્રદ્ધાએ કહ્યું, આ લગ્નમાં વિશ્વાસ કરવા વિશે નથી, પરંતુ યોગ્ય વ્યક્તિ હોવા અને યોગ્ય જીવનસાથી સાથે રહેવા વિશે છે. જો કોઈ લગ્ન કરવા માંગે છે, તો તે ખૂબ જ સારી વાત છે, પરંતુ જો તેઓ લગ્ન કરવા માંગતા નથી, તો તે પણ એટલું જ સારું છે.
શ્રદ્ધા રાહુલ મોદીને કરી રહી છે ડેટ? શ્રદ્ધા કપૂર છેલ્લા કેટલાક સમયથી સ્ક્રિપ્ટ રાઈટર રાહુલ મોદીને ડેટ કરી રહી છે. ગયા મહિને શ્રદ્ધાએ ઇન્સ્ટાગ્રામ પર રાહુલ મોદી સાથેના સંબંધોની સત્તાવાર જાહેરાત કરી હતી. તેણે રાહુલ સાથેની સેલ્ફી પોસ્ટ કરી અને ફની કેપ્શન પણ લખી. તેણે લખ્યું હતું – ‘દિલ રાખી પણ ઊંઘ તો પાછી આપી દે દોસ્ત ‘ શ્રદ્ધાએ આ પોસ્ટ સાથે બેકગ્રાઉન્ડમાં ફિલ્મ ‘ઈશ્ક’ના ગીત ‘નીંદ ચૂરાઈ મેરી’નો પણ ઉપયોગ કર્યો હતો.
થોડા સમય પહેલા આવ્યા હતા બ્રેકઅપના સમાચાર જોકે, એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે બોયફ્રેન્ડ રાહુલ મોદીને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધો હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા. ત્યારબાદ શ્રદ્ધા અને રાહુલનું બ્રેકઅપની ચર્ચાઓ વહેતી થઈ હતી. એક્ટ્રેસે રાહુલની બહેન, તેના પ્રોડક્શન અને ડોગના પેજને પણ અનફોલો કર્યું હતું. જોકે આ પછી પણ રાહુલ શ્રદ્ધાને ફોલો કરી રહ્યો છે. બંને હજુ સુધી તેમના રિલેશનશિપ વિશે કોઈ પુષ્ટિ કરી નથી.
શ્રદ્ધા કપૂરે બોયફ્રેન્ડ રાહુલ મોદીને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધો હોવાના સમાચાર મળ્યા હતા.