37 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની હોરર કોમેડી ફિલ્મ ‘સ્ત્રી-2’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર રિલીઝ થતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર લોકપ્રિય થઈ ગયું છે. ટ્રેલર જોયા બાદ આ ફિલ્મને જોવાની ચાહકોની ઉત્સુકતા પહેલા કરતા વધી ગઈ છે.
શ્રદ્ધા કપૂર ફરી એકવાર ડાકણ બનીને પોતાના ફેન્સને ડરાવવા આવી રહી છે. શ્રદ્ધા કપૂર તેની આગામી ફિલ્મ ‘સ્ત્રી 2’ને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મ 2018ની હિટ હોરર-કોમેડી ‘સ્ત્રી’ની સિક્વલ છે. ફિલ્મમાં પહેલા ભાગમાં રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. હવે ફિલ્મના બીજા ભાગનું ટ્રેલર પણ સામે આવ્યું છે.
રાજકુમાર રાવની હોરર-કોમેડી ફિલ્મ ‘સ્ત્રી-2’ના ટ્રેલરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. ફિલ્મના પહેલા પોસ્ટરોએ શ્રદ્ધા કપૂરના ચાહકોની ઉત્સુકતાનું સ્તર પહેલા કરતા અનેકગણું વધારી દીધું છે. ફિલ્મનું ટ્રેલર જોઈને લોકો વિચારી રહ્યા છે કે આ ફિલ્મ કયા સ્તરે તેમનું મનોરંજન કરશે. હવે ચાહકોની નજર શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ અને પંકજ ત્રિપાઠીની ફિલ્મ ‘સ્ત્રી-2’ની રિલીઝ પર ટકેલી છે.
સિરકટે ભૂત સાથે ટકરાશે સ્ત્રી
‘સ્ત્રી 2’ની વાર્તા ચંદેરી નામના ગામની આસપાસ વણાયેલી છે. ફિલ્મના પહેલા ભાગમાં સ્ત્રીના આતંકથી ગામલોકો ડરી જાય છે. લોકો રાત્રે બહાર જવા માગતા નથી. અને પોતાના ઘરની બહાર લખીને રાખે છે કે, ‘ઓ સ્ત્રી, કાલે આવજે’. હવે નવી ફિલ્મની વાર્તામાં એક નવું સરક્ટે નામનું ભૂત પ્રવેશ્યું છે, જે સ્ત્રી કરતાં પણ વધુ ભયાનક છે. સ્ટોરીમાં બીજો ટ્વિસ્ટ છે કે આ વખતે શ્રદ્ધા કપૂર એક મહિલા બનીને લોકોને ડરાવશે નહીં, પરંતુ તેમની સુરક્ષા કરતી જોવા મળશે. ટ્રેલરમાં આવા ઘણા દમદાર દૃશ્યો છે, જે ફિલ્મને ખાસ બનાવે છે.
રાજકુમાર રાવ જૂની સ્ટાઈલ જોવા મળશે
જો ફિલ્મની સિક્વલમાં રાજકુમાર રાવના પાત્રની વાત કરીએ તો તે વિકીના રોલમાં પોતાની જૂની સ્ટાઈલમાં પાછો ફર્યો છે. ‘સ્ત્રી 2’માં ઘણા નવા ટ્વિસ્ટ અને ટર્ન્સ છે જે દર્શકોની ઉત્સુકકતા વધારી શકે છે. આ ટ્રેલર જોયા પછી ચાહકો માટે ‘સ્ત્રી 2’ની રાહ જોવી વધુ મુશ્કેલ બની જશે