37 મિનિટ પેહલા
- કૉપી લિંક
શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સ્ત્રી 2’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. આ ફિલ્મે ઘણા રેકોર્ડ તોડ્યા છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં શ્રદ્ધાએ કહ્યું હતું કે, તેના માટે સફળતાના શિખરો સુધી પહોંચવું સરળ નહોતું. તેને પ્રથમ ફિલ્મ ‘તીન પત્તી’ના શૂટિંગના થોડા દિવસોમાં, તેને તેની માતાને કહ્યું કે તે સેટ પર જવા માંગતી નથી. લોકોનું વર્તન હંમેશા સારું હોતું નથી.
કોસ્મોપોલિટન સાથેના એક ઈન્ટરવ્યુમાં, શ્રદ્ધા કપૂરે તેની ડેબ્યૂ ફિલ્મ ‘તીન પત્તી’ દરમિયાન જે મુશ્કેલીઓ પડી તેના વિશે વાત કરી હતી. તેને કહ્યું કે, મને યાદ છે કે ફિલ્મનું શૂટિંગ શરૂ થયાને બે-ત્રણ દિવસ જ થયા હશે. હું ભાંગી પડી હતી. મેં મમ્મીને કહ્યું કે, મારે પાછા નથી જવું.
શ્રદ્ધાનો ડેબ્યૂ ફિલ્મનો ખરાબ અનુભવ શ્રદ્ધાએ કહ્યું, મેં ક્યારેય ફિલ્મ સેટ પર આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું નથી. હું માત્ર 20 કે 21 વર્ષની હતી. લોકોનું વર્તન હંમેશા સારું નહોતું. જો તમે કોઈ ખાસ છો, તો તમારી સાથે અલગ રીતે વાત કરવામાં આવશે, અને જો તમે કોઈ નથી, તો તમારી સાથે એ રીતે વર્તન કરવામાં આવશે. આ બધું જોઈને મને બહુ ખરાબ લાગ્યું.
શ્રદ્ધાએ કહ્યું, પહેલી ફિલ્મ પૂરી થયા બાદ મારો કોન્ફિડંસ વધી ગયો હતો. હા, શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ જ્યારે મેં બીજા પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું ત્યારે મને મારામાં પહેલા કરતાં વધુ કોન્ફિડંસ આવી ગયો હતો.
શ્રદ્ધાએ 2010માં બોલિવૂડમાં એન્ટ્રી કરી શ્રદ્ધાએ 2010માં ફિલ્મ ‘તીન પત્તી’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેને અપર્ણા ખન્નાની ભૂમિકા ભજવી હતી, જે કોલેજની વિદ્યાર્થીની હતી. આ ફિલ્મ લીના યાદવે ડિરેક્ટ કરી છે. તેમાં અમિતાભ બચ્ચન, બેન કિંગ્સલે, આર માધવન અને રાયમા સેન મુખ્ય ભૂમિકામાં હતા. જોકે આ ફિલ્મ બહુ સફળ રહી ન હતી.
આ ફિલ્મોમાં જોવા મળી છે શ્રદ્ધા શ્રદ્ધા કપૂર ‘આશિકી-2’, ‘એક વિલન’, ‘છિછોરે’, ‘સ્ત્રી’, ‘તુ જૂઠી મેં મક્કર’ જેવી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળી છે.