54 મિનિટ પેહલા
- કૉપી લિંક
શ્રેયસ તલપડેએ કહ્યું કે જ્યારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે ઈન્ડસ્ટ્રીના ત્રણ લોકો તેમના સંપર્કમાં હતા. શ્રેયસે કહ્યું કે અક્ષય કુમાર, રોહિત શેટ્ટી અને નિર્દેશક અહેમદ તેમના પરિવારના સભ્યોનો સતત સંપર્ક કરી રહ્યા હતા. શ્રેયસે અહીં મુખ્યત્વે અક્ષયનો ઉલ્લેખ કર્યો છે. શ્રેયસે કહ્યું કે અક્ષય કુમાર હંમેશા સ્ક્રીન સ્પેસના સંદર્ભમાં પરફેક્ટ બનવા માગતો હતો.
અક્ષય સ્ક્રીન પર હંમેશા બેસ્ટ પર્ફોર્મન્સ આપવા માગે છે. તે સેટ પર ખૂબ જ પ્રોફેશનલ રહે છે, જો કે, જ્યારે મિત્રતાની વાત આવે છે, ત્યારે તેને કોઈ ટક્કર આપી શકે નહીં. તેઓ હંમેશા તેમના મિત્રોને ખુશ રાખવાનો પ્રયાસ કરે છે. અત્રે ઉલ્લેખનનીય છે કે, 14 ડિસેમ્બર, 2023ના રોજ શ્રેયસને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. તે સમયે તે ‘વેલકમ ટુ ધ જંગલ’ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો.
અક્ષય કુમાર રોજ ફોન કરતો હતો
શ્રેયસ તલપડેએ સિદ્ધાર્થ કાનન સાથે વાત કરતાં કહ્યું કે, ‘જ્યારે હું મારી બીમારી સામે ઝઝૂમી રહ્યો હતો ત્યારે રોહિત (રોહિત શેટ્ટી) હંમેશા મારી પત્ની દીપ્તિને ડોન કરતો હતો. તે હંમેશા મારા સ્વાસ્થ્ય અને જરૂરિયાતો વિશે પૂછતો રહેતો. આ બધી વસ્તુઓ છે જેના કારણે સંબંધો બને છે. આ સિવાય અક્ષય કુમાર અને અહેમદ ખાન પણ રોજ ફોન કરતા હતા. તે બંને મને મળવા હોસ્પિટલ પણ આવ્યા હતા.

અક્ષય ઘણો સારો મિત્ર છે
શ્રેયસે અક્ષય કુમાર વિશે આગળ કહ્યું – જો આપણે સ્ક્રીન પર સ્પર્ધાની વાત કરીએ તો અક્ષય ભાઈ હંમેશા આગળ હોય છે. તેઓ શ્રેષ્ઠ રહેવા માગે છે, જોકે સ્ક્રીનની બહાર તેઓ ઘણા સારા મિત્રો છે. તે હંમેશા તેમના મિત્રોને ખુશ રાખવાનો પ્રયત્ન કરે છે.

જ્યારે શ્રેયસને હાર્ટ એટેક આવ્યો ત્યારે તે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ કરી રહ્યો હતો
ગત વર્ષે ડિસેમ્બરમાં હાર્ટ એટેક આવ્યો હતો
શ્રેયસ તલપડેને 14 ડિસેમ્બર 2023ના રોજ હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તરત જ તેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. તેમની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. શ્રેયસના મુશ્કેલ સમયમાં ઇન્ડસ્ટ્રીના ઘણા લોકો તેની સાથે ઉભા હતા.