7 કલાક પેહલા
- કૉપી લિંક
છેલ્લાં કેટલાક દિવસોથી એવી અફવાઓ ચાલી રહી હતી કે, શ્રુતિ હાસને તેના લાંબા સમયના બોયફ્રેન્ડ શાંતનુ હજારિકા સાથે લગ્ન કરી લીધા છે. લગ્નના સતત સમાચારો વચ્ચે હવે શ્રુતિ અને તેના બોયફ્રેન્ડે સ્પષ્ટતા આપી છે અને અફવા ફેલાવનારાઓને ખાસ વિનંતી કરી છે. મંગળવારે સાંજે લગ્નના સમાચાર આવ્યા બાદ શ્રુતિ હાસને સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા આપી છે. તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું છે કે, ‘મેં લગ્ન કર્યા નથી. મારા જેવી વ્યક્તિ, જે જીવનના દરેક પાસાઓ વિશે ખૂબ જ નિખાલસ છે, લગ્નની વાત કેમ છુપાવશે? જેઓ મને બિલકુલ ઓળખતા નથી તેઓ મહેરબાની કરીને શાંત રહો.’
શ્રુતિના બોયફ્રેન્ડ શાંતનુ હજારિકાએ સોશિયલ મીડિયા પર લખ્યું છે, ‘તમારે બધાએ શાંત રહેવાની જરૂર છે. અમે લગ્ન કર્યા નથી. જે લોકો અમને ઓળખતા નથી તેઓ કૃપા કરીને અફવાઓ ન ફેલાવો.’
લગ્નની અફવાઓ કેવી રીતે શરૂ થઈ?
તાજેતરમાં, પાપારાઝીના પ્રિય ઓરી ઉર્ફે ઓરહાને સોશિયલ મીડિયા પર ‘આસ્ક મી એનિથિંગ સેશન’ કર્યું હતું. આ દરમિયાન, તેને એક એવી સેલિબ્રિટીનું નામ પૂછવામાં આવ્યું હતું જેણે તેની સાથે તસવીર ક્લિક કરવામાં આવી ત્યારે એટીટ્યૂડ દર્શાવ્યો હોય. આના જવાબમાં ઓરીએ શ્રુતિ હાસનનું નામ લીધું. ઓરીએ કહ્યું, ‘મેં ક્યારેય તેની સાથે ફોટો ક્લિક કરાવવાનું કહ્યું નથી, અમે એક ઈવેન્ટમાં મળ્યા હતા, જ્યાં તે મારી સાથે ખૂબ જ અસભ્ય વર્તન કરી રહી હતી. હું તેને ઓળખતો પણ નથી. મને બહુ ખરાબ લાગ્યું. મને લાગે છે કે કોઈ ગેરસમજ થઈ હશે. કારણ કે હું તેના પતિને સારી રીતે ઓળખું છું અને તેને પસંદ કરું છું. અમારી ગેરસમજ તરત જ દૂર થઈ ગઈ, પણ પછી મને ખબર પડી કે તેણે મને પટાવાળા કે સ્પોટબોય તરીકે ઓળખાવ્યો હતો.’
જવી જ ઓરીએ શાંતનુ હજારિકાને શ્રુતિ હસનના બોયફ્રેન્ડ નહીં પરંતુ હસબન્ડ તરીકે ગણવાનું શરૂ કરી દીધું કે તરત જ તેમના લગ્નના સમાચાર શરૂ થયાં. કારણ કે ઓરીએ પણ કહ્યું છે કે, તે શાંતનુનો મિત્ર છે. તમને જણાવી દઈએ કે શ્રુતિ હાસન છેલ્લા 3-4 વર્ષથી શાંતનુ સાથે રિલેશનશિપમાં છે. શાંતનુ એક કલાકાર છે. આ દિવસોમાં શ્રુતિ હાસન પ્રભાસ સાથે ફિલ્મ ‘સાલાર પાર્ટ-1: સીઝફાયર’માં જોવા મળી રહી છે. આ સિવાય અભિનેત્રી ‘ધ આઈ અને ડાકોઈટ’માં જોવા મળશે. બંને ફિલ્મો 2024માં રિલીઝ થશે.