21 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોલિવૂડનો કિંગ ખાન પોતાની ફિલ્મ ‘કિંગ’ને લઈને સતત ચર્ચામાં રહે છે. પઠાન, જવાન અને ડંકી પછી શાહરુખ ખાનના ફેન્સ તેની આગામી ફિલ્મ કિંગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. માહિતી જાણકારી મુજબ આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ કરશે. ફિલ્મનું શૂટિંગ માર્ચ 2025થી શરૂ થશે.
ઘણા સમયથી ચર્ચા હતી કે સુજોય ઘોષ શાહરૂખ ખાનની ફિલ્મ ‘કિંગ’નું દિગ્દર્શન કરવા જઈ રહ્યો છે, પરંતુ હવે એવી માહિતી સામે આવી છે આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદ ડાયરેક્ટ કરવા જઈ રહ્યા છે. YRF સ્પાય યુનિવર્સની ફિલ્મ ‘પઠાન’નું નિર્દેશન સિદ્ધાર્થ આનંદે કર્યું હતું. આ ફિલ્મથી બોલિવૂડમાં શાહરુખ ખાને કમબેક કર્યું અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 500 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો.
ફિલ્મ ‘કિંગ’ સંપૂર્ણ એક્શન ફિલ્મ હશે. ફિલ્મના શૂટિંગની તૈયારીઓ છેલ્લા છ મહિનાથી ચાલી રહી છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન દીકરી સુહાના ખાન સાથે જોવા મળશે, જ્યારે અભિષેક બચ્ચન ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોવા મળશે. સિદ્ધાર્થ આનંદે ફિલ્મ ‘કિંગ’ પર કામ શરૂ કરી દીધું છે અને છેલ્લા 6 મહિનાથી તેની સ્ક્રિપ્ટ પર કામ થઈ રહ્યું છે.
આ ફિલ્મનું શૂટિંગ દુનિયાના અલગ-અલગ દેશોમાં કરવામાં આવશે. જેના માટે સિદ્ધાર્થ આનંદ રેકી કરી રહ્યો છે. આ દિવસોમાં સિદ્ધાર્થ આનંદ ફિલ્મના એક્શન સીન ડિઝાઇન કરવામાં અને લોકેશન ફાઇનલ કરવામાં વ્યસ્ત છે. આ ફિલ્મ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને માર્ફ્લિક્સના બેનર હેઠળ બની રહી છે. આ ફિલ્મ સિદ્ધાર્થ આનંદ, સુરેશ નાયર અને સાગર પંડ્યા સાથે સુજોય ઘોષે લખી છે. સાથે જ ફિલ્મના ડાયલોગ અબ્બાસ ટાયરવાલાએ લખ્યા છે.