17 મિનિટ પેહલા
- કૉપી લિંક
સિદ્ધાર્થ મલ્હોત્રા સ્ટારર ફિલ્મ ‘યોદ્ધા’ આજે રિલીઝ થઈ છે. આ ફિલ્મનું ગઈકાલે એટલે કે ગુરુવારે રાતે સ્ક્રીનિંગ હતું. સ્ક્રીનિંગ દરમિયાન સિદ્ધાર્થ મલ્હોત્રા તેમના આખા પરિવાર સાથે જોવા મળ્યો હતો. તેના પિતા વ્હીલચેરમાં બેઠેલા જોવા મળ્યા હતા. સિદ્ધાર્થ તેમના પિતાનો હાથ પકડીને જોવા મળ્યો હતો. પિતા-પુત્રનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાઇરલ થયો છે. તો બીજી તરફ પત્ની કિઆરા અડવાણી પણ પતિને ચિયર કરવા માટે સ્ક્રીનિંગમાં જોવા મળી હતી. તે સિદ્ધાર્થની માતા સાથે સ્ટેજ પર આવી હતી. બાદમાં, સિદ્ધાર્થ-કિઆરાના સમગ્ર પરિવારે ફોટોગ્રાફર માટે એકસાથે પોઝ આપ્યો હતો.
પિતા સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા
સિદ્ધાર્થ-કિઆરા તેમના આખા પરિવાર સાથે પોઝ આપતા
ફેન્સને પણ સિદ્ધાર્થનો આ અંદાજ આવ્યો પસંદ
સિદ્ધાર્થ મલ્હોત્રાનો તેમના પિતાને મદદ કરતો વીડિયો ચાહકોને પણ પસંદ આવી રહ્યો છે. જ્યાં એક યુઝરે લખ્યું- ગુડ જેન્ટલમેન, મને આ એક્શન ખૂબ જ ગમી. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું- સંભાળ રાખનાર પુત્ર. ઘણા યુઝર્સે આ પોસ્ટ પર હાર્ટ ઇમોજી બનાવીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
ફેન્સને પણ સિદ્ધાર્થ મલ્હોત્રાનો આ અંદાજ પસંદ આવ્યો
સ્ક્રિનિંગ દરમિયાન દિશા પટની પણ સ્પોટ થઇ
આ ઈવેન્ટમાં ‘યોદ્ધા’ની સ્ટારકાસ્ટ પણ જોવા મળી હતી. દિશા પટની સફેદ ગાઉન પહેરીને ગ્લેમરસ લાગી રહી હતી. જ્યારે સિદ્ધાર્થ ફુલ બ્લેક આઉટફિટમાં આવ્યો હતો. કિઆરા બ્લુ બ્લેઝર લુકમાં જોવા મળી હતી.
ફિલ્મ ‘યોદ્ધા’ની રિલીઝ ડેટ બે વાર ટળી
શરૂઆતમાં ‘યોદ્ધા’ ફિલ્મ 7 જુલાઈ, 2023ના રોજ રિલીઝ થવાની હતી, જો કે, કેટલીક સમસ્યાઓના કારણે, ફિલ્મને મોકૂફ રાખવામાં આવી હતી. ફિલ્મની બીજી રિલીઝ ડેટ 15 સપ્ટેમ્બર હતી, જો કે ‘જવાન’ સાથે અથડામણ ટાળવા માટે ફિલ્મને ફરી મોકૂફ રાખવામાં આવી હતી. આખરે આજે આ ફિલ્મ રિલીઝ થઈ છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા ફરી એકવાર દેશભક્તિની ભાવના વ્યક્ત કરતો જોવા મળશે
અભિનેતાએ વર્ષ 2021માં રિલીઝ થયેલી સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ ‘શેરશાહ’માં કેપ્ટન વિક્રમ બત્રાની ભૂમિકા ભજવી હતી. દેશભક્તિની લાગણી જગાવતી આ ફિલ્મ સિદ્ધાર્થની કરિયર માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ હતી. સિદ્ધાર્થના કામના ખૂબ વખાણ થયા હતા, તો ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ સારું કલેક્શન કર્યું હતું. આવી સ્થિતિમાં સિદ્ધાર્થ ફરી એકવાર ‘યોદ્ધા’માં કમાન્ડોની ભૂમિકામાં દેશભક્તિની લાગણી જગાવતો જોવા મળ્યો હતો.