59 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઘણા સમયથી સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’ની રાહ જોવામાં આવી રહી હતી. ગઈકાલે ઈદના અવસરે આ ફિલ્મ સિનેમામાં રિલીઝ થઈ. ભાઈજાનની મોસ્ટ અવેટેડ ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. જેની અસર પહેલા દિવસે બોક્સ ઓફિસ પર પણ જોવા મળી. ‘સિકંદર’ના એડવાન્સ બૂકિંગને જોતા એવું લાગી રહ્યું હતું કે સલમાનની આ ફિલ્મ તમામ રેકોર્ડ તોડશે પણ ‘સિકંદર’ના ગાજ્યા મેઘ વરસ્યા નહીં.
‘સિકંદર’નું ઓપનિંગ કલેક્શન 25 માર્ચે ‘સિકંદર’નું એડવાન્સ બુકિંગ ખુલ્યું હતું. ફિલ્મનું બૂકિંગ પહેલા દિવસથી જ પૂરજોશમાં ચાલી રહ્યું હતું. આવી સ્થિતિમાં, અટકળો લગાવવામાં આવી રહી હતી કે સલમાન ખાનની ફિલ્મને પહેલા દિવસે સારી શરૂઆત મળશે પણ ‘સિકંદર’ એ પહેલા દિવસે 30.06 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જે વિક્કી કૌશલની ફિલ્મ ‘છાવા’ પણ ઓછું છે. ઉપરાંત ભાઈજાનની પોતાની ફિલ્મના રેકોર્ડ કરતાં પણ ઓછું છે.
2010થી સલમાનની ફિલ્મનું ઓપનિંગ કલેક્શન
વર્ષ | ફિલ્મ | કલેક્શન (કરોડમાં) |
2010 | દબંગ | 14.50 |
2011 | બોડીગાર્ડ | 21.60 |
2012 | એક થા ટાઈગર | 32.93 |
2014 | કિક | 26.40 |
2015 | બજરંગી ભાઈજાન | 27.25 |
2016 | સુલતાન | 36.54 |
2017 | ટ્યૂબલાઈટ | 21.15 |
2018 | રેસ 3 | 29.17 |
2019 | ભારત | 42.30 |
2023 | કિસ કા ભાઈ કિસ કી જાન | 15.31 |
2025 | સિકંદર | 30.06 |
‘સિકંદર’ વર્ષની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ ન બની શકી. આ વર્ષે રિલીઝ થયેલી વિક્કી કૌશલની ફિલ્મ ‘છાવા’ નંબર વન પર છે. 14 ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી ‘છાવા’એ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 33.10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મે થિયેટરોમાં ધૂમ મચાવી દીધી અને બોક્સ ઓફિસના ઘણા રેકોર્ડ બનાવ્યા અને તોડી નાખ્યા. ‘છાવા’ ના સારા કલેક્શનને કારણે, ‘સિકંદર’ 2025 માં મોટી ઓપનિંગ આપનારી બીજી ફિલ્મ બની.
ફિલ્મ | કલેક્શન (કરોડમાં) |
સિકંદર | 30.06 |
ધ ડિપ્લોમેટ | 4.03 |
સુપરબોય્સ ઓફ માલેગાંવ | 40 લાખ |
મેરે હસબન્ડ કી બીવી | 1.05 |
છાવા | 33.10 |
લવયાપા | 75 લાખ |
બેડ એસ રવિકુમાર | 3.52 |
દેવા | 5.78 |
સ્કાય ફોર્સ | 15.30 |
ઇમરજન્સી | 2 |
આઝાદ | 1.40 |
ગેમ ચેન્જર | 6.75 |
ફતેહ | 2.16 |
‘સિકંદર’ માટે સલમાન ખાને કેટલી ફી લીધી? બોલિવૂડ શાદીઝના મતે, એવા અહેવાલો છે કે સલમાન ખાને આ ફિલ્મ માટે મોટી ફી લીધી છે. તેમણે ફિલ્મના બજેટના અડધાથી વધુ ફી ચાર્જ કરી છે. ફિલ્મનું બજેટ 200 કરોડ રૂપિયા છે અને અહેવાલો મુજબ સલમાન ખાને 120 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. આ સાથે, ફિલ્મના નફામાં પણ તેનો હિસ્સો છે.

સલમાન ખાન અને રશ્મિકા મંદાનાની કેમેસ્ટ્રી ‘સિકંદર’માં જોવા મળશે
રશ્મિકા મંદાનાને આટલી ઓછી ફી મળે છે આ ફિલ્મમાં રશ્મિકા મંદાના ફીમેલ લીડ રોડલમાં છે. રશ્મિકા મંદાના ‘એનિમલ’, ‘પુષ્પા’, ‘પુષ્પા 2’ અને ‘છાવા’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. જોકે, એવા અહેવાલો છે કે તેને ‘સિકંદર’ માટે ખૂબ જ ઓછી ફી મળી છે. અહેવાલો અનુસાર, રશ્મિકાને સલમાન કરતાં 24મા ભાગની જ ફી મળી. એવા અહેવાલો છે કે તેને 5 કરોડ રૂપિયા ફી મળશે. એવા અહેવાલો છે કે કાજલ અગ્રવાલને આ ફિલ્મ માટે 3 કરોડ રૂપિયા ફી મળી છે. શરમન જોશી પણ ફિલ્મોમાં જોવા મળે છે. આ માટે તેને 75 લાખ રૂપિયા ફી મળી. જ્યારે પ્રતીક બબ્બરને 60 લાખ રૂપિયા ફી મળી છે. બાહુબલીમાં કટપ્પાની ભૂમિકા માટે જાણીતા સત્યરાજને આ ફિલ્મ માટે 50 લાખ રૂપિયા ફી મળી છે.