56 મિનિટ પેહલા
- કૉપી લિંક
સિંગર અભિજીત ભટ્ટાચાર્ય હંમેશા પોતાની સ્પષ્ટવક્તા માટે જાણીતા છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં તેમણે મહાત્મા ગાંધીને ‘પાકિસ્તાનના રાષ્ટ્રપિતા’ કહ્યા, જેનાથી વિવાદ સર્જાયો છે. હવે આ મામલે તેમને લીગલ નોટિસ મોકલવામાં આવી છે. અભિજીતે કહ્યું હતું કે મહાત્મા ગાંધી ભારતના નહીં પરંતુ પાકિસ્તાનના રાષ્ટ્રપિતા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂણેના વકીલ અસીમ સરોદેએ અભિજીત ભટ્ટાચાર્યને કાનૂની નોટિસ મોકલીને માફીની માગણી કરી છે. અસીમ સરોદેએ કહ્યું કે અભિજીત ભટ્ટાચાર્યે તેમના નિવેદન માટે લેખિત માફી માગવી પડશે. જો તેઓ આમ નહીં કરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
કાનૂની નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ગાંધીજીએ હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે એકતા જાળવવા અને ભાઈચારાના વિચારો ફેલાવવા માટે સખત મહેનત કરી હતી. જ્યારે ભારતને બે ભાગમાં વહેંચવાની વાત થઈ ત્યારે મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે, જો ભારતનું વિભાજન થશે તો તે મારા મૃતદેહ પર હશે. હું જ્યાં સુધી જીવિત છું ત્યાં સુધી ભારતના ભાગલાને ક્યારેય સ્વીકારીશ નહીં.
જાણો શું છે સમગ્ર મામલો? અભિજીત ભટ્ટાચાર્ય શુભંકર મિશ્રાના પોડકાસ્ટમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, સંગીતકાર આરડી બર્મન મહાત્મા ગાંધી કરતાં મહાન હતા. જેમ મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા હતા, તેવી જ રીતે આરડી બર્મન સંગીતની દુનિયામાં રાષ્ટ્રપિતા હતા.
વધુમાં તેમણે કહ્યું કે મહાત્મા ગાંધી ભારતના નહીં પરંતુ પાકિસ્તાનના રાષ્ટ્રપિતા હતા. ભારત પહેલાથી જ ભારત હતું, પરંતુ પાકિસ્તાનનું સર્જન થયું. મહાત્મા ગાંધીને ભૂલથી અહીં (ભારત) રાષ્ટ્રપિતા તરીકે વર્ણવવામાં આવ્યા હતા. જન્મઆપનાર તો તે હતા. બાપ એ હતા, દાદા એ હતા, નાના એ હતો… બધું તે જ હતા.
,
વાંચો આને લગતા સમાચાર..
‘ગૌમાંસ ખાનારાઓને રામમંદિર ઉદ્ઘાટનમાં બોલાવ્યા’:રણબીર કપૂર પર સિંગર અભિજિતે સાધ્યું નિશાન
પોપ્યુલર સિંગર અભિજીત ભટ્ટાચાર્ય આ દિવસોમાં પોતાના એક ઈન્ટરવ્યૂને કારણે ચર્ચામાં છે. ઈન્ટરવ્યૂમાં તેણે શાહરુખ ખાન સાથેના મતભેદો, દેશભક્તિ, રાજનીતિ અને હિંદુત્વ પર પોતાનો મત વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન તેણે રણબીર કપૂર પર પણ નિશાન સાધ્યું છે. સંપૂર્ણ સમાચાર વાંચો..