44 મિનિટ પેહલા
- કૉપી લિંક
સિંગર મોનાલી ઠાકુરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મોનાલી 21 જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળમાં દિનહાટા ફેસ્ટિવલમાં પરફોર્મ કરી રહી હતી. ત્યારબાદ તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. જ્યારે તેમની તબિયત બગડી તો તેમને પશ્ચિમ બંગાળની હોસ્પિટલમાં દાખલ કરવા પડી હતી.
પરફોર્મન્સ વચ્ચે મોનાલીએ ફેન્સની માફી માગી હતી ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, મોનાલી ઠાકુર ફેસ્ટિવલમાં ‘તુને મારી એન્ટ્રી’ ગીત ગાઈ રહી હતી, ત્યારે તેની તબિયત ખરાબ થઈ ગઈ હતી. તેણે પરફોર્મન્સ પૂર્ણ કર્યા પછી, ચાહકોની માફી માંગી અને તેમને કહ્યું કે તે આગળ કોઈ પરફોર્મન્સ કરી શકશે નહીં. તેણે કહ્યું- આજે હું ખૂબ જ અસ્વસ્થ અનુભવું છું. કોઈ વસ્તુનું વચન આપવું અને પછી તેને પૂરું ન કરવું મુશ્કેલ છે.
વારાણસીમાં નબળા મેનેજમેન્ટને કારણે કોન્સર્ટ અટકાવી દેવામાં આવ્યો હતો અગાઉ મોનાલીએ ડિસેમ્બર 2024માં વારાણસીમાં કોન્સર્ટ કર્યો હતો. ત્યાં તેણે નબળા મેનેજમેન્ટને ટાંકીને કોન્સર્ટ અધવચ્ચે જ અટકાવી દીધો. કોન્સર્ટ સાથે સંબંધિત એક વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં તેણે કહ્યું હતું – હું નિરાશ છું. હું અને મારી ટીમ અહીં પરફોર્મન્સ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા. તેણે ત્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેનેજમેન્ટ પર સવાલ ઉઠાવ્યા હતા.
મોનાલી ઠાકુર સાંવર લૂન, કરલે પ્યાર કરલે, મોહ મોહ કે ધાગે, છમ છમ, લૈલા મજનુ, બદ્રી કી દુલ્હનિયા જેવા ગીતો માટે જાણીતી છે.