18 કલાક પેહલા
- કૉપી લિંક
સાઉથના સુપરસ્ટાર ધનુષ અને રજનીકાંતની પુત્રી ઐશ્વર્યાએ 2022માં અલગ થવાની જાહેરાત કરી હતી. 18 વર્ષના લગ્ન જીવન પછી તેમના અલગ થવાનું સાચું કારણ બહાર આવ્યું નથી. હવે સિંગર સુચિત્રાએ તેમના ઈઇન્ટરવ્યૂમાં ધનુષ અને ઐશ્વર્યાના અલગ થવા અંગે નિવેદન આપ્યું છે. સુચિત્રાએ દાવો કર્યો છે કે ધનુષ અને ઐશ્વર્યાએ તેમના લગ્ન દરમિયાન એકબીજા સાથે છેતરપિંડી કરી હતી. તેઓ એકબીજા સાથે છેતરપિંડી કરતા હતા અને લગ્નેતર સંબંધો ધરાવતા હતા.
સુચિત્રા કહે છે કે પરિણીત સંબંધમાં હોવા છતાં બંને અલગ-અલગ લોકો સાથે ડેટ પર જતા હતા. તેમ]ણે કહ્યું કે ઐશ્વર્યા સારી માતા નથી. ધનુષ પિતા તરીકેની પોતાની ફરજ નિભાવી રહ્યો છે.
ઐશ્વર્યાએ ધનુષ પર લગાવેલા આરોપો પર સુચિત્રાએ પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું- ઐશ્વર્યા ધનુષ પર તેમની સાથે છેતરપિંડી કરવાનો આરોપ લગાવી રહી છે. પરંતુ તેમણે પણ લગ્ન જીવન દરમિયાન આવું જ કર્યું છે. ઐશ્વર્યાએ ધનુષ સાથે છેતરપિંડી કરી છે, ધનુષે ઐશ્વર્યા સાથે છેતરપિંડી કરી છે. તેઓ એક કપલ છે જે એકબીજા સાથે વ્યવસ્થિત રીતે છેતરપિંડી કરે છે.
જ્યારે સુચિત્રાને પૂછવામાં આવ્યું કે તે ધનુષ અને ઐશ્વર્યા પર કયા આધારે આરોપ લગાવી રહી છે? આ પર તેમણે કહ્યું કે બંને વચ્ચે મારામારી થઈ છે. તે જે લોકો સાથે ડેટિંગ કરતો હતો તેની સાથે તે બારમાં બેસીને ડ્રિંક કરતો હતો. સુચિત્રાએ પૂછ્યું, લગ્ન થયા પછી ડેટ કરવું સામાન્ય છે? સુચિત્રાના નિવેદન પર હજુ સુધી ધનુષ અને ઐશ્વર્યા તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
ઐશ્વર્યાએ આ પોસ્ટ શેર કરી હતી
ધનુષનું નામ 3 એક્ટ્રેસ સાથે જોડાયું હતું
સાઉથ સિનેમા સાથે સંકળાયેલા લોકોએ કહ્યું કે સમય સમય પર ધનુષના તેની કો-એક્ટ્રેસ સાથે લિંક-અપના સમાચાર તેમના અલગ થવાનું મુખ્ય કારણ બની ગયા. ધનુષ સાથે જોડાયેલા નામોમાં અમલા પોલ, શ્રુતિ હાસન અને ત્રિશા કૃષ્ણનનું નામ સૌથી આગળ છે. 2020માં તેનું નામ શ્રુતિ સાથે જોડાયું હતું. શ્રુતિએ ઐશ્વર્યા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘તીન’માં ધનુષ સાથે કામ કર્યું હતું.
ત્રિશા કૃષ્ણન અને અમલા પોલનું નામ પણ ધનુષ સાથે ઘણી વખત જોડવામાં આવ્યું હતું. ત્રિશા અને ધનુષને ઈન્ડસ્ટ્રીમાં સારા મિત્રો માનવામાં આવે છે. આ સમાચારોને કારણે ધનુષ અને ઐશ્વર્યા વચ્ચે તણાવ હતો. આ સંબંધો પર ક્યારેય કોઈની તરફથી કોઈ પ્રતિક્રિયા આવી ન હતી અને તેને માત્ર અફવા માનવામાં આવી હતી.
2004માં લગ્ન કર્યા
ધનુષે 18 નવેમ્બર 2004ના રોજ સુપરસ્ટાર રજનીકાંતની મોટી પુત્રી ઐશ્વર્યા સાથે લગ્ન કર્યા હતા. તેમના બાળકોના નામ યાત્રા અને લિંગા છે. ધનુષે ઐશ્વર્યાના નિર્દેશનમાં બનેલી પહેલી ફિલ્મ ‘3’માં કામ કર્યું છે. આ ફિલ્મનું ગીત ‘કોલાવેરી ડી’ 2011નું સૌથી હિટ ગીત હતું.