- Gujarati News
- Entertainment
- Singers Udit Narayan And Rahul Vaidya Will Rock The Guests At The Haldi Mehendi Ceremony At Antelia Today.
14 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીનું પ્રી-વેડિંગ બૈશ સોશિયલ મીડિયા પર છવાયેલું છે. થોડા દિવસ પહેલા કપલની ભવ્ય સંગીત સેરેમની પણ યોજાઈ હતી જ્યાં પોપ સિંગર જસ્ટિન બીબર અને રેપર બાદશાહે માહોલ જમાવ્યો હતો. ત્યારે હવે કપલની મહેંદી ફંક્શનની વિગતો સામે આવી છે અનંત રાધિકાની મહેંદી સેરેમનીમાં દેશના બે લોકપ્રિય સિંગર્સ ધમાલ મચાવવાના છે. આપણે વાત કરી રહ્યા છીએ ઉદિત નારાયણ અને રાહુલ વૈદ્યની આજે સાંજે કપલનું મહેંદી ફંક્શન એન્ટીલિયામાં યોજાવાનું છે. આ ઇવેન્ટને યાદગાર બનાવવા માટે તૈયારી થઈ ચૂકી છે આ ફંક્શન ટ્રેડિશનલ, મ્યૂઝિક અને સેલિબ્રેશનનું મિશ્રણ હશે. ઉદિત અને રાહુલ શાનદાર ગીતો દ્વારા આ દિવસને યાદગાર બનાવશે રાહુલ વૈદ્ય અને ઉદિત નારાયણનું પરફોર્મન્સ રોમેન્ટિક સોન્ગસ, ડાન્સ નંબર્સ, ક્લાસિક બોલિવુડ હિટ્સનું સંયોજન હશે
એ સુનિશ્ચિત કરવામાં આવશે કે, સેલિબ્રેશનને મનોરંજન સાથે ભાવનાત્મક ટચ પણ આપવામાં આવશે.’મહેંદી લગા કે રખના’,’બોલે ચૂડિયાં’,’બદ્રીનાથ કી દુલ્હનિયાં’ જેવા ગીતો ગાવામાં આવશે. અનંત રાધિકાના દરેક પ્રી-વેડિંગ બૈશની જેમ મહેંદીની ઇવેન્ટ પણ ભવ્યાતિભવ્ય હશે. અહીં ખૂબ રમૂજ અને ધમાલ જોવા મળશે કપલના લગ્ન 12 જુલાઈએ જિયો વર્લ્ડ સેન્ટર, મુંબઈમાં યોજાશે, દરેક લોકો રાધિકા-અનંતના લગ્નની રાહ જોઈ રહ્યા છે