9 કલાક પેહલા
- કૉપી લિંક
અજય દેવગનની ફિલ્મ ‘સિંઘમ’માં જોવા મળેલા મરાઠી અભિનેતા રવિન્દ્ર બેર્ડેનું નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી ગળાના કેન્સરની સારવાર લઈ રહ્યા હતા.
અભિનેતા વિજય છેલ્લા ઘણા દિવસોથી મુંબઈની ટાટા હોસ્પિટલમાં કેન્સરની સારવાર લઈ રહ્યા હતા. તેમને ગળાનું કેન્સર હતું. ‘મહારાષ્ટ્ર ટાઈમ્સ’ના અહેવાલ મુજબ વિજયને બે દિવસ પહેલા હોસ્પિટલમાંથી તેમની તબિયતમાં સુધારો થતાં રજા આપવામાં આવી હતી, પરંતુ બુધવારે સવારે અચાનક ઘરે જ તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો.
300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું
રવિન્દ્ર બેર્ડેએ 1965માં થિયેટરથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેઓ મરાઠી ફિલ્મ ઉદ્યોગના જાણીતા અભિનેતા હતા, જેમણે 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. રવિન્દ્ર બેર્ડે બોલિવૂડના દિવંગત અભિનેતા લક્ષ્મીકાંત બેર્ડેના મોટા ભાઈ હતા. ‘હમ આપકે હૈ કૌન’ ફિલ્મમાં લક્ષ્મીકાંતે સલમાન ખાનના મિત્ર લલ્લુની ભૂમિકા ભજવી હતી. લક્ષ્મીકાંતનું પણ 2004માં માત્ર 50 વર્ષની વયે કિડનીની બિમારીથી અવસાન થયું હતું.
1995માં પણ હાર્ટ એટેક આવ્યો હતો
રવિન્દ્ર બેર્ડેને અગાઉ પણ વર્ષ 1995માં હાર્ટ એટેક આવ્યો હતો, જોકે એ હુમલો નજીવો હતો. આ પછી વર્ષ 2011માં તેમને કેન્સર હોવાનું નિદાન થયું હતું. સારવાર દરમિયાન પણ રવિન્દ્ર સતત ફિલ્મોમાં કામ કરી રહ્યા હતા. 78 વર્ષીય રવિન્દ્ર તેમની પત્ની, બે પુત્રો અને તેમના બાળકો સાથે રહેતા હતા.