12 કલાક પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા તેના પાર્ટનર અને બોલિવૂડ એક્ટર ઝહીર ઈકબાલ સાથે 23 જૂને મુંબઈમાં લગ્ન કરવા જઈ રહી છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ આ લગ્નમાં ફક્ત કપલના પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજરી આપશે. આ સિવાય સોનાક્ષીની તાજેતરમાં રિલીઝ થયેલી વેબ સિરીઝ ‘હીરામંડી’ની સ્ટારકાસ્ટને પણ આ લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.
લગ્નના આમંત્રણને મેગેઝિન કવરની જેમ ડિઝાઇન કરવામાં આવશે.
સૂત્રોનું માનીએ તો સોનાક્ષીના લગ્નનું આમંત્રણ મેગેઝીનના કવરની જેમ તૈયાર કરવામાં આવશે. તેના પર લખવામાં આવશે – ‘અફવાઓ સાચી છે…’ લગ્નમાં આવનાર તમામ મહેમાનોને ઔપચારિક રીતે હાજર રહેવા વિનંતી કરવામાં આવી છે. આ ઉજવણી મુંબઈમાં થઈ શકે છે. આ રેસ્ટોરાંની માલિક બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી છે.
બંને લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે
સોનાક્ષી અને ઝહીર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જો કે અત્યાર સુધી બંનેએ આ અંગે ખુલીને વાત કરી નથી કે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. બંનેની સોશિયલ મીડિયા પોસ્ટ્સ તેમના બોન્ડને જાહેર કરે છે. તાજેતરમાં જ સોનાક્ષીના જન્મદિવસ પર પણ ઝહીરે અભિનેત્રી સાથેના ઘણા ક્યૂટ ફોટા શેર કર્યા હતા.
ઝહીરનું એક્ટિંગ કરિયર ફ્લોપ
36 વર્ષીય ઝહીર ઈકબાલે 2019માં ફિલ્મ ‘નોટબુક’થી ડેબ્યૂ કર્યું હતું. આ પછી, તે 2022 માં સોનાક્ષી સિંહા અને હુમા કુરેશી સ્ટારર ‘ડબલ એક્સએલ’ માં જોવા મળ્યો હતો. પોતાની 6 વર્ષની કારકિર્દીમાં ઝહીરે આ બંને ફિલ્મોમાં કામ કર્યું છે જે ફ્લોપ રહી હતી. ઝહીરના પિતા ઈકબાલ રત્નાસી પણ સલમાન ખાનના નજીકના મિત્ર છે. ઝહીરને લોન્ચ કરવામાં સલમાને પણ મદદ કરી હતી. આ પહેલા ઝહીર સલમાનના ભાઈ સોહેલની એક ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર પણ હતો.
સોનાક્ષી ઉપરાંત ઝહીરનું નામ દીક્ષા સેઠ અને સના સઈદ જેવી અભિનેત્રીઓ સાથે પણ જોડાઈ ચૂક્યું છે. સોનાક્ષીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં તે ‘હીરામંડી’ને લઈને ચર્ચામાં છે. તે ટૂંક સમયમાં ‘કાકુડા’ અને ‘નિકિતા રોય’ જેવી ફિલ્મોમાં જોવા મળશે.