3 મિનિટ પેહલા
- કૉપી લિંક
એક્ટ્રેસ સોનાક્ષી અને ઝહીરના લગ્નને લઈને દરરોજ નવા-નવા અપડેટ સામે આવી રહ્યા છે. 23 જૂને લગ્ન કરવા જઈ રહેલા બોલિવૂડ કપલ સોનાક્ષી અને ઝહીરના વેડિંગ ફંક્શનને લગતી વધુ એક વિગત સામે આવી છે.
જો રિપોર્ટ્સનું માનીએ તો, કપલ 20 જૂને તેમના બાંદ્રા એપાર્ટમેન્ટમાં હલ્દી સેરેમની સેલિબ્રેટ કરવા જઈ રહ્યું છે. તેમના બંને પરિવારો સહિત 50થી ઓછા મહેમાનો આ કાર્યક્રમમાં હાજરી આપશે.
નોંધનીય છે કે, સોનાક્ષીએ ગતવર્ષે સપ્ટેમ્બરમાં બાંદ્રામાં આ એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું ત્યારથી તે પરિવારથી અલગ રહેવા લાગી હતી.
સોનાક્ષી અને ઝહીર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે
ઇવેન્ટ માટે સોનાક્ષીએ મિનિમલ ડેકોરેશન પર ઉતારી પસંદગી
સોનાક્ષી અને ઝહીર લગ્નના ફંક્શન કોઈપણ પ્રકારના હોબાળો વગર પુરા કરવા માગે છે. ઇવેન્ટ માટે સોનાક્ષીએ પરંપરાગત પીળી અને ગુલાબી થીમ છોડીને સામાન્ય ડેકોરેશન પસંદ કર્યું છે.
23 જૂનના રોજ સવારે રજિસ્ટર્ડ મેરેજ કર્યા પછી કપલ મુંબઈના દાદરમાં બાસ્ટન રેરેસ્ટોરાંમાં સાંજે ઇન્ડસ્ટ્રીઝના મિત્રો માટે ભવ્ય રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે.
સોનાક્ષીએ સપ્ટેમ્બર 2023માં બાંદ્રામાં 11 કરોડ રૂપિયામાં એક એપાર્ટમેન્ટ ખરીદ્યો હતો. આ માટે તેણે રૂ. 55 લાખની સ્ટેમ્પ ડ્યુટી અને રૂ. 30 હજારની નોંધણી ફી પણ ચૂકવી હતી. રિપોર્ટ્સ અનુસાર આ એપાર્ટમેન્ટમાં હલ્દી સેરેમની ઉજવવામાં આવશે
સોમવારે કપલે બેચલર પાર્ટી સેલિબ્રેટ કરી હતી
આ પહેલાં સોનાક્ષી અને ઝહીરે સોમવારે રાત્રે બેચલર પાર્ટીની મજા માણી હતી. બંનેએ આ પાર્ટીની કેટલીક તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. આ પાર્ટીમાં સોનાક્ષીની નજીકની મિત્ર અને અભિનેત્રી હુમા કુરેશીએ પણ હાજરી આપી હતી.
પાર્ટીનો ફોટો શેર કરતી વખતે સોનાક્ષીએ ડેટ પણ જણાવી હતી
આ બેચલર પાર્ટીમાં સોનાક્ષીની નજીકની મિત્ર હુમા કુરેશી પણ જોવા મળી હતી
સોનાક્ષીના મિત્રો ઉપરાંત ઝહીરની બહેન સનમ રત્નસી પણ પાર્ટીમાં આવી હતી
બીજી તરફ ઝહીરે પણ તેના મિત્રો સાથે પાર્ટી કરતી વખતે કેટલીક તસવીરો શેર કરી હતી