21 મિનિટ પેહલાલેખક: કિરણ જૈન
- કૉપી લિંક
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સોનુ ઉર્ફે ઝિલ મહેતા આ વર્ષે લગ્ન કરવા જઈ રહી છે. છેલ્લાં ઘણાં સમયથી ઝિલ અને આદિત્ય એકબીજાને ડેટ કરી રહ્યા છે. દિવ્ય ભાસ્કરને આપેલા એક ખાસ ઇન્ટરવ્યૂમાં ઝીલે જણાવ્યું કે લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
ઝિલ ગુજરાતી બેકગ્રાઉન્ડની છે. જ્યારે આદિત્ય ઉત્તર ભારતીય બ્રાહ્મણ છે. આ વાતને ધ્યાનમાં રાખીને લગ્ન બે રિવાજો અને પરંપરાઓ અનુસાર થઈ શકે છે. વાતચીત દરમિયાન ઝીલે તેના પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ અંગે પણ વાત કરી હતી.
આદિત્ય અને હું બાળપણના મિત્ર છીએ
હું મારા જીવનના આ નવા અધ્યાયને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. આદિત્ય અને હું બાળપણના મિત્રો છીએ. અમે કૉલેજ પછી ડેટિંગ કરવાનું શરૂ કર્યું. સાચું કહું તો અમે જાણતા હતા કે અમે એકબીજા સાથે લગ્ન કરીશું. વેલ, બંને એકબીજાથી ખૂબ જ અલગ છે. પરંતુ અમારા પારિવારિક મૂલ્યો અને આકાંક્ષાઓ સમાન છે. અમે બંને આખી જિંદગી એકબીજા સાથે વિતાવવા તૈયાર છીએ.
ઘૂંટણના બળ ઉપર બેસીને આદિત્ય પ્રપોઝ કર્યું
થોડા મહિના પહેલાં આદિત્ય મને પ્રપોઝ કરીને સરપ્રાઈઝ આપવા માગતો હતો. પરંતુ હું આ વિશે પહેલાંથી જાણતી હતી. તેથી જ મેં પહેલેથી જ તૈયારી કરી લીધી હતી (હસે છે) પછી તે ડ્રેસ હોય કે નેલ આર્ટ, બધું જ પરફેક્ટ હતું. ખરેખર, હું તેમને ખૂબ સારી રીતે સમજું છું. તે ઈચ્છે તો પણ મારાથી કંઈ છુપાવી શકતો નથી.
આદિત્યએ પ્રપોઝ કર્યું તે દિવસ ખૂબ જ ખાસ હતો. આદિત્યએ 3-4 રોમેન્ટિક ગીતો પર પરફોર્મ કર્યું હતું. એક ઘૂંટણિયે બેસીને પ્રપોઝ કર્યું. કપાળ પર કિસ કરી હતી. આ મારા માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હતી.
હું ગુજરાતી છું તો આદિત્ય નોર્થ ઇન્ડિયન બ્રાહ્મણ
અમારા પરિવારો એકબીજાને લાંબા સમયથી ઓળખે છે. હા, પરિવારના સભ્યોમાં શરૂઆતમાં થોડી ખચકાટ હતી. ખરેખર, હું ગુજરાતી બેકગ્રાઉન્ડની છું. આદિત્ય ઉત્તર ભારતીય બ્રાહ્મણ પરિવારમાંથી છે. શરૂઆતમાં મારા માતા-પિતા ઈચ્છતા હતા કે હું અમારા જ સમુદાયમાં લગ્ન કરું. પરંતુ, જ્યારે મેં તેમને મારી પસંદગી જણાવી, ત્યારે તેઓ તરત જ સંમત થઈ ગયા હતા. હવે આદિત્ય તેના પુત્રથી ઓછો નથી. બંને પરિવારો ખૂબ જ ખુશ છે.
લગ્ન બે અલગ રીત અને રિવાજોથી થઇ શકે
અમે આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરીશું. તૈયારીઓ શરૂ કરી દીધી છે. હલ્દી, મહેંદી, સંગીત, ફેરા, રિસેપ્શન સહિતના 4-5 ફંકશનનું આયોજન કરવામાં આવ્યું છે. અમે બંનેને ડાન્સનો ખૂબ શોખ છે. તેથી દરેક ફંકશનમાં ડાન્સ થશે. ઉપરાંત, અમે બે રીત રિવાજથી લગ્ન કરવાનું વિચારી રહ્યાં છીએ. એક ગુજરાતીમાં અને બીજી ઉત્તર ભારતીય રિવાજથી.
હું મારા માતાપિતાનું એક માત્ર સંતાન છું
હું મારા માતા-પિતાનું એકમાત્ર સંતાન છું. મારુ તેમની સાથે સારું બોન્ડિંગ છે. લગ્ન પછી તેમને છોડવું મારા માટે આસાન નહીં હોય. હું તેના વિશે વિચારીને જ નર્વસ થઈ જાઉં છું.
અભ્યાસ માટે ‘તારક મહેતા…’ છોડ્યું
મને હજુ પણ ‘તારક મહેતા…’ યાદ આવે છે. મેં તે શોમાં લગભગ 5 વર્ષ વિતાવ્યા છે. મારું આખું બાળપણ શોના સેટ પર વીત્યું. શો સાથે જોડાયેલી દરેક યાદ મારા માટે ઘણી ખાસ હતી. જોકે, મારા પ્રોફેશનલ ગ્રોથ માટે મારે આ શો અધવચ્ચે જ છોડવો પડ્યો.
હું અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી. શો સાથે અભ્યાસને મેનેજ કરવું મારા માટે સરળ ન હતું. મારા પિતા બિઝનેસ મેન છે. હું મારા પિતાના પગલે આગળ વધવા માગતી હતી. શરૂઆતથી જ હું બિઝનેસવુમન બનવાની ઈચ્છા રાખતી હતી. એટલા માટે મેં શો છોડી દીધો.
‘સેફ સ્ટુડન્ટ હાઉસિંગ’ નામનો બિઝનેસ કરું છું
ધોરણ 10 બાદ મેં બે વર્ષ માટે કોમર્સનો કોર્સ કર્યો. પછી બીબીએ (બેચલર ઑફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન)ની ડિગ્રી મેળવી. પછી ફાયનાન્સમાં ઓનર્સ કર્યું. કૉલેજ દરમિયાન હું ઘણા સ્ટાર્ટઅપ બિઝનેસનો હિસ્સો બની હતી. મેં મેકઅપ આર્ટિસ્ટ તરીકે પણ કામ કર્યું છે. આજે મારી પાસે ‘સેફ સ્ટુડન્ટ હાઉસિંગ’ નામનો બિઝનેસ છે. આમાં અમે મુંબઈ આવતા વિદ્યાર્થીઓને રહેવા માટે મદદ કરીએ છીએ. બિઝનેસ વુમન બનવાનું સપનું સાકાર થતું જોઈને ઘણો સંતોષ છે.