2 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગઈકાલે કોલકાતામાં સિંગર સોનુ નિગમનો કોન્સર્ટ હતો. સિંગરે દર્શકોનું ભરપૂર મનોરંજન કરાવ્યું હતું. જોકે, લાઇવ કોન્સર્ટમાં એવું બન્યું કે સોનુ નિગમનો ઓડિયન્સ પર પિત્તો જતો રહ્યો. તેનો વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. તેના પર્ફોર્મન્સ દરમિયાન કેટલાક પ્રેક્ષકો ઊભા હતા. જેને જોઈને સિંગર ભડક્યો હતો.
સોનુ નિગમનો ઓડિયન્સ પર પિત્તો ગયો સોનુ નિગમની વાઈરલ ક્લિપમાં સંભળાય છે કે, તમારે ઊભા રહેવું જ છે તો ચૂંટણીમાં ઊભા રહો, યાર. પ્લીઝ તમે બેસી જાવ. જલ્દી કરો…તમને ખબર છે તમે મારો ટાઇમ બરબાદ કરો છો. જલ્દી બેસો કા તો બહાર નીકળો, આ જગ્યા ઝડપથી ખાલી કરી દો…આ પ્રકારે કોન્સર્ટ અટકાવીને સિંગરે ઓડિયન્સને ટોકી હતી અને વધારાની ભીડને કોન્સર્ટમાંથી હાંકી કાઢી હતી.
લોકોએ સોનુ નિગમને સ્પોર્ટ કર્યો આ ક્લિપ સામે આવ્યા પછી, કેટલાક લોકોએ સોનુ નિગમનું સ્પોર્ટ કર્યો છે. એક યુઝરે લખ્યું, ફરી એ જ જગ્યા, કોલકાતા… સિંગરને જાતે કરવું પડ્યું કારણ કે તે જાણે છે કે આ પ્રકારના મેનેજમેન્ટ અને સુરક્ષાને કારણે kk સાથે શું થયું…’ બીજાએ લખ્યું, ‘હું ગઈકાલે કોન્સર્ટમાં હતો. ત્યાંનું મેનેજમેન્ટ ખૂબ જ ખરાબ હતું તે જોઈને મને ખૂબ દુઃખ થયું. અન્ય કોમેન્ટમાં લખ્યું હતું કે, કોલકાતામાં હંમેશા આવી અવ્યવસ્થાઓ જોવા મળે જ છે, જુઓ kk સાથે શું થયું.
![લોકોએ 'કેકે'ને યાદ કર્યો](https://images.bhaskarassets.com/web2images/960/2025/02/11/screenshot-2025-02-11-121006_1739256010.png)
લોકોએ ‘કેકે’ને યાદ કર્યો
‘કોન્સર્ટ દરમિયાન મને પીઠનો દુખાવો થયો હતો’ થોડા દિવસો પહેલાં સોનુ નિગમને એક લાઈવ શોમાં કમરમાં અચાનક દુખાવો ઉપડ્યો હતો. સિંગરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે બેડ પર સૂતો જોવા મળ્યો હતો. તેણે કહ્યું હતું કે, આ મારા જીવનનો સૌથી મુશ્કેલ દિવસ હતો, પણ તે સંતોષથી ભરેલો હતો. હું ગાતો હતો અને ઊછળકૂદ કરતો હતો, જેના કારણે મારી કમર જકડાઈ ગઈ. હું ક્યારેય લોકોની અપેક્ષા કરતાં ઓછું આપવા માગતો નથી. માટે મેં મારું બેસ્ટ આપવાનો પ્રયાસ કર્યો.
![](https://images.bhaskarassets.com/web2images/960/2025/02/11/comp8-ezgifcom-optimize_1739255908.gif)
સિંગરે તેની કરિયરમાં લગભગ 320 ફિલ્મો માટે ગીતો ગાયાં છે ‘તેરા મિલના પલ દો પલ કા’, ‘દિવાના તેરા’, ‘અભી મુઝ મે કહી’, ‘યે દિલ દિવાના’ જેવાં અનેક સુપરહિટ ગીતો ગાયાં છે. સોનુ નિગમે તેની 3 દાયકાની કરિયરમાં લગભગ 320 ફિલ્મો માટે ગીતો ગાયાં છે. તેને અત્યાર સુધીમાં બે વખત ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. સોનુને ફિલ્મ ‘કલ હો ના હો’ ના ટાઈટલ ટ્રેક માટે નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળ્યો છે.
સિંગિગ માટે ઘણા પુરસ્કારો જીત્યા છે સ્ટેજ સિંગર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરનાર સોનુ નિગમે ‘મોર્ડન રફી’નું બિરુદ મેળવ્યું છે. તેમની કારકિર્દીમાં, તેમણે 32થી વધુ ભાષાઓમાં આશરે 6 હજાર ગીતો ગાયા છે. શાનદાર સિંગિગ માટે, તેને રાષ્ટ્રીય પુરસ્કાર, ફિલ્મફેર પુરસ્કાર સહિત અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યો છે. સોનુ નિગમને વર્ષ 2022 માં પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે.