મુંબઈ9 કલાક પેહલાલેખક: આશિષ તિવારી
- કૉપી લિંક
એક્ટર સોનૂ સૂદ આગામી ફિલ્મ ‘ફતેહ’ દ્વારા ડિરેક્શનમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે.ફિલ્મની વાર્તા પણ તેણે જ લખી છે. સોનૂ લીડ રોલમાં પણ જોવા મળશે. આ ફિલ્મ 10 જાન્યુઆરી, 2025ના રોજ રિલીઝ થશે.
ફિલ્મની રિલીઝ પહેલા સોનૂ સૂદે દિવ્ય ભાસ્કર સાથે વાત કરી હતી. સોનૂના મતે, ફતેહની એક્શન સિક્વન્સ ઈન્ડસ્ટ્રીમાં એક નવો બેન્ચમાર્ક સાબિત થશે. ફિલ્મની એક્શન ડિઝાઇન કરવા માટે બહારથી લોકોને બોલાવવામાં આવ્યા હતા.
સોનૂએ કહ્યું કે તે જે પ્રકારની ફિલ્મોનો ભાગ બનવા માગતો હતો તે બની રહી નથી. આ કારણથી તેણે જાતે જ ડિરેક્શનની જવાબદારી લીધી.
વાંચો સોનુ સૂદ સાથેની વાતચીત..
સવાલ- તમે પહેલીવાર ડિરેક્ટરના રોલમાં જોવા મળ્યા છો, તમારી લાગણી શું છે? જવાબઃ ‘છેલ્લા અઢી વર્ષમાં ઘણી મહેનત કરવામાં આવી છે. લેખનથી લઈને ફિલ્મના દરેક મુદ્દા પર ખૂબ જ ઝીણવટપૂર્વક કામ કરવામાં આવ્યું છે. મેં એક એક્શન ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું જે ક્યારેય બની ન હતી. એવી ફિલ્મ બનાવવા માગતો હતો કે, આખું ભારત પણ ગર્વથી કહે કે આવી એક્શન ફિલ્મ પહેલા ક્યારેય બની નથી.’
પ્રશ્ન- શું તમારા લાયક ફિલ્મો નહોતી બની રહી, તેથી તમારે જાતે જ ડિરેક્શનમાં ઊતરવું પડ્યું? જવાબ : ‘ઘણી વખત પોતાની વાર્તા પોતાની કલમથી લખવી પડે છે. મારે જે ફિલ્મ જોઈતી હતી તે બની રહી નહોતી. મને એવું લાગતું હતું કે હું જે કરી શકું છું તે કરી શકતો નથી. આ વિચારીને મેં જાતે જ ફિલ્મ બનાવવાની જવાબદારી લીધી.’

સોનૂએ વાર્તાનું લેખન અને દિગ્દર્શન બંને કર્યું છે
સવાલ- તમે ફિલ્મોમાં ડાયલોગ્સ પર પણ ઘણું ઈનપુટ આપો છો, તમે તેનો શ્રેય કેમ નથી લેતા? જવાબઃ માત્ર સંવાદો દ્વારા જ આપણે પ્રેક્ષકો સાથે યોગ્ય રીતે જોડાઈ શકીએ છીએ. સંવાદો એવા હોવા જોઈએ કે શેરીના બાળકો પણ સમજી શકે અને તેમની સાથે જોડાઈ શકે. ‘ફતેહ’ જોયા પછી, તમે તમારા અંગત જીવનમાં તેના ડાયલોગ્સ બોલતા રહેશો.
સવાલ- તમે ફિલ્મના સંગીત પર પણ ઘણું ધ્યાન આપ્યું છે, તમને સંગીતની સમજ ક્યાંથી મળી? જવાબ : સંગીત એવું હોવું જોઈએ કે તે ફિલ્મની સિક્વન્સ સાથે મેળ ખાતું હોય. ‘ફતેહ’માં, મેં અરિજીત સિંહ, હની સિંહ, વિશાલ મિશ્રા, બી પ્રાક અને જુબિન નૌટિયાલ જેવા આજના સૌથી મોટા ગાયકો પાસે ગીતો ગવડાવ્યા છે.

ફિલ્મમાં સોનૂની સાથે જેકલીન ફર્નાન્ડીઝ પણ લીડ રોલમાં છે
સવાલ- ‘ફતેહ’ના એક્શનની તુલના આંતરરાષ્ટ્રીય ફિલ્મો સાથે કરવામાં આવી રહી છે, કેટલાક લોકો તેની સરખામણી જોન વિક સાથે કરી રહ્યા છે? જવાબ- ‘મેં આટલા વર્ષો સુધી એક્શન ફિલ્મો કરી છે, પરંતુ મને હંમેશા લાગ્યું કે કંઈક ખૂટે છે. ઘણી વખત હું વિચારતો હતો કે શા માટે આપણે ઇન્ટરનેશનલ લેવલની એક્શન દર્શાવી શકતા નથી. કદાચ સૌથી મોટો મુદ્દો પ્રોડક્શન ખર્ચ અને વિઝનનો છે. મેં ‘ફતેહ’ માટે યોગ્ય એક્શન સીન્સ ડિઝાઇન કર્યા છે. આ ઉપરાંત, દરેક એક્શન સીનની વિગતો પણ કાગળ પર ઉતારવામાં આવી હતી.’
‘ફિલ્મમાં સાડા ત્રણ મિનિટની નોનસ્ટોપ એક્શન જોવા મળશે. તેમાં એક પણ કટ દેખાશે નહીં.આ માટે ‘જુરાસિક પાર્ક’, ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ’ અને ‘કેપ્ટન માર્વેલ’ જેવી મોટી હોલિવૂડ ફિલ્મોની એક્શન ડિઝાઇનિંગ ટીમને બોલાવવામાં આવી છે અને તેમને કામે લગાડવામાં આવ્યા છે. એક્શન સીન શૂટ કરવા માટે દક્ષિણ આફ્રિકા અને મેક્સિકોથી ટીમો આવી હતી. મને લાગે છે કે ‘ફતેહ’ની એક્શન બેન્ચમાર્ક સાબિત થશે.’