17 કલાક પેહલા
- કૉપી લિંક
‘મિસ્ટર ઈન્ડિયા’ દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની આઇકોનિક ફિલ્મો પૈકી એક છે. આ ફિલ્મમાં કોરિયોગ્રાફર અને ડિરેક્ટર અહેમદ ખાને બાળકલાકાર તરીકે કામ કર્યું હતું. હાલમાં જ ઇન્ટરવ્યૂમાં અહેમદ ખાને ખુલાસો કર્યો હતો કે શૂટિંગ દરમિયાન શ્રીદેવીએ ફિલ્મમાં કામ કરતા બાળકોને આઈસ્ક્રીમની લાલચ આપી હતી અને બદલામાં તેમની પાસેથી બ્રેક ડાન્સ શીખ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, 1987ની આ ફિલ્મમાં શ્રીદેવી અને અનિલ કપૂરની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મમાં અમરીશ પુરી અને સતીશ કૌશિક જેવા કલાકારો પણ હતા. ફિલ્મના ગીત ‘હવા હવાઇ’માં શ્રીદેવીના ડાન્સ સ્ટેપને લોકો આજે પણ પસંદ કરે છે.
અહેમદ ખાન (લાલ સર્કલ) મિસ્ટર ઈન્ડિયા ફિલ્મમાં બાળ કલાકાર તરીકે જોવા મળ્યો હતો
અહેમદે કહ્યું, ‘શ્રીદેવીને ડાન્સ શીખવ્યા બાદ મિત્રતા થઈ’
અહેમદ ખાને સિદ્ધાર્થ કાનનને આપેલા ઇન્ટરવ્યૂમાં શ્રીદેવી સાથે ફિલ્મ ‘મિસ્ટર ઈન્ડિયા’માં કામ કરવાનો અનુભવ શેર કર્યો હતો. તેમણે કહ્યું કે તે અને અન્ય બાળકો એક દિવસ સિરિયસ સીનનું શૂટિંગ કરી રહ્યા હતા. ત્યારબાદ શ્રીદેવી આવી અને તમામ બાળકોને આઈસ્ક્રીમ ઓફર કરી પરંતુ એક શરત પણ મૂકી હતી.’
અહેમદ ખાને આગળ કહ્યું, ‘તે (શ્રીદેવી) અમને એક રૂમમાં લઈ ગયા અને આઈસ્ક્રીમ આપ્યો. પછી તેઓએ કહ્યું, ‘હું તમને આઈસ્ક્રીમ એટલે નથી આપતી કે તમે લોકો મને પસંદ છો, પરંતુ એટલે આપું છું કે હું તમારી પાસેથી બ્રેક ડાન્સ શીખવા માગું છું. આ પછી અમે તેમને કેટલાક ડાન્સ સ્ટેપ શીખવ્યા અને આ રીતે અમે મિત્રો બની ગયા.’
અહેમદ ખાને દિવંગત અભિનેત્રી શ્રીદેવીની પણ પ્રશંસા કરી હતી
અહેમદ ખાને શ્રીદેવીના વખાણ પણ કર્યા હતા. તેમણે કહ્યું, ‘તેઓ રિઝર્વ રહેતાં હતાં, લોકો સાથે વધારે વાત નહોતાં કરતાં. પરંતુ એકવાર કેમેરા ચાલુ થઈ જાય પછી તે તેમના રોલમાં સંપૂર્ણ રીતે આવી જતાં હતાં. બિલકુલ માઈકલ જેક્સન જેવા જ હતા, જે વાસ્તવિક જીવનમાં સંપૂર્ણપણે શાંત અને સ્ટેજ પર હંગામો મચાવતા હતાં.’
‘તે (શ્રીદેવી) ખરેખર મહાન હતાં. શરૂઆતમાં અમે તેમના મિત્રો નહોતા, પણ પછીથી અમે મિત્ર બની ગયા.ટ
અહેમદ ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે હાલમાં ફિલ્મ ‘વેલકમ 3’ની તૈયારીમાં વ્યસ્ત છે. તેમણે પોતે જ આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, પરેશ રાવલ, દિશા પટણી, જેકલીન ફર્નાન્ડીઝ, અરશદ વારસી, સુનીલ શેટ્ટી, જોનીલીવર છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.
અગાઉ, અહેમદે ‘બાગી 2’, ‘બાગી 3’ અને ‘હીરોપંતી 2’ જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું.