8 મિનિટ પેહલા
- કૉપી લિંક
આદિત્ય ચોપરા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘મોહબ્બતેં’ તે સમયની સુપરહિટ ફિલ્મો પૈકી એક હતી. આ ફિલ્મમાં શાહરુખ ખાન, અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય, જુગલ હંસરાજ, ઉદય ચોપરા, જીમી શેરગિલ, શમિતા શેટ્ટી, કિમ શર્મા અને પ્રીતિ ઝાંગિયાની જોવા મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે શરૂઆતમાં તેનું કાસ્ટિંગ અલગ જ હતું. ‘મોહબ્બતેં’માં કિમ શર્માએ સંજના અને શમિતા શેટ્ટીએ ઈશિકા ધનરાજગીરની ભૂમિકા ભજવી છે.
આ ફિલ્મમાં શમિતા શેટ્ટી અને કિમ શર્માને બદલે કરિશ્મા કપૂર અને કાજોલને કાસ્ટ કરવાની હતી. પરંતુ કેટલાક કારણોસર બંનેએ આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. આખરે તેમની જગ્યાએ શમિતા શેટ્ટી અને કિમ શર્માને કાસ્ટ કરવામાં આવી હતી.
શ્રીદેવીને પણ આ રોલ ઓફર કરવામાં આવ્યો હતો
ફિલ્મમાં શાહરુખ ખાનનું નામ આર્યન મલ્હોત્રા છે. એવું માનવામાં આવે છે કે આ નામ તેમના પુત્ર આર્યનથી પ્રેરિત છે. આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તીનો પણ નાનકડો રોલ હતો, પરંતુ ફિલ્મની લેન્થને કારણે તેનો રોલ પાછળથી હટાવવો પડ્યો હતો.
શ્રીદેવી અમિતાભ બચ્ચનની પત્નીની ભૂમિકા ભજવવાની હતી
અગાઉ આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની પત્નીનો રોલ પણ બતાવવામાં આવનાર હતો. આ માટે દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં આ સીનને ફિલ્મમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. આ કારણોસર શ્રીદાવી આ ફિલ્મનો ભાગ બની શકી નથી.
આદિત્ય ચોપરા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 13 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી, જેણે 90 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું.