34 મિનિટ પેહલા
- કૉપી લિંક
અજય દેવગન, માધવન અને જ્યોતિકા સ્ટારર ફિલ્મ ‘શૈતાન’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ સુપરનેચરલ હોરર-થ્રિલરનું નિર્દેશન વિકાસ બહલ દ્વારા કરવામાં આવ્યું છે. અજય દેવગને આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ 8 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
આ ફિલ્મથી જ્યોતિકા 27 વર્ષ બાદ બોલિવૂડમાં કમબેક કરશે
માધવનના દુષ્ટ હાસ્યથી અજય ડરી ગયો
ફિલ્મનું ટીઝર માધવનના વોઈસ ઓવરથી શરૂ થાય છે. તે કહે છે કે.. ‘કહેતે હૈ કે દુનિયા પૂરી બહેરી હૈ…પર સુનતે સબ મેરી હૈ…કાલે સે ભી કાલ મૈં…બહકાલી કા પ્યાલા મૈં… તંત્ર સે લેકર શ્લોક કા… માલિક હૂં મૈં 9 લોક કા…’ ટીઝરના અંતમાં માધવન તેના દુષ્ટ હાસ્યથી અજય અને જ્યોતિકાને ડરાવતો જોવા મળ્યો હતો.

આ ટીઝર ‘શૈતાન’ અને તેની શક્તિઓ વિશે વાત કરે છે
અજય પરિવારને કાળા જાદુથી બચાવતો જોવા મળશે
ફિલ્મનું ટીઝર શેર કરતી વખતે અજયે લખ્યું, ‘વો…પૂછેગા તુમસે.. એક ખેલ હૈ ખેલોગે ? પર ઉસકે બહકાવ મેં મત આના…’ ફિલ્મમાં અજય તેના પરિવારને ડાર્ક મેજિકથી બચાવતો જોવા મળશે.
‘શૈતાન’ ગુજરાતી ફિલ્મ ‘વશ’ની રિમેક છે
‘શૈતાન’ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘વશ’ની રિમેક છે. આ ફિલ્મની વાર્તા સારા અને ખરાબ વચ્ચેની લડાઈ પર આધારિત છે. અજય ગયા વર્ષે જૂનમાં આ ફિલ્મ સાથે જોડાયો હતો. શરૂઆતમાં તેમણે ફિલ્મને પ્રોડ્યુસ કરવાનું નક્કી કર્યું હતું પરંતુ બાદમાં તે એક્ટર તરીકે પણ જોડાયો હતો.

ફિલ્મ ‘વશ’માં ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી
સાઉથ એક્ટ્રેસ જ્યોતિકા 27 વર્ષ બાદ બોલિવૂડમાં કમબેક કરશે
આ ફિલ્મમાં સાઉથની જાણીતી અભિનેત્રી જ્યોતિકા 27 વર્ષ બાદ બોલિવૂડમાં કમબેક કરશે. જ્યોતિકાએ 1997માં બોલિવૂડ ફિલ્મ ‘ડોલી સજા કે રખના’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તે સાઉથ જતી રહી અને બોલિવૂડની બીજી કોઈ ફિલ્મ નહોતી કરી. હિન્દી પ્રેક્ષકો તેમને નાગાર્જુન અભિનિત ‘માસ: મેરી જંગ વન મેન આર્મી’ અને ‘મેડમ ગીતા રાની’ જેવી ફિલ્મો માટે ઓળખે છે.