8 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટી હાલમાં જ મુંબઈમાં ‘હન્ટર’ સીઝન 2ના શૂટિંગ દરમિયાન ઘાયલ થયો હતો. ઘણા અહેવાલો અનુસાર તેને સેટ પર ગંભીર ઈજા થઈ હતી. આ દરમિયાન સુનીલ શેટ્ટીએ પોતાની હેલ્થ અપડેટ આપી છે. તેણે કહ્યું કે તે જલ્દી જ શૂટિંગ સેટ પર પરત ફરવાનો છે. સુનીલ શેટ્ટીએ એ પણ જણાવ્યું કે તેને નાની ઈજા થઈ છે ગંભીર ઈજા નથી.
સુનીલ શેટ્ટીએ પોતાના સ્વાસ્થ્ય વિશે જાણકારી આપી હતી 63 વર્ષીય સુનીલ શેટ્ટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કહ્યું કે તેને નાની ઈજા થઈ છે અને તેણે એવા અહેવાલોને પણ ફગાવી દીધા છે કે તેને ગંભીર ઈજા થઈ છે. અભિનેતાએ તેના ચાહકોને ખાતરી આપી હતી કે તે ટૂંક સમયમાં આ પ્રોજેક્ટનું શૂટિંગ ફરી શરૂ કરશે. સુનીલ શેટ્ટીએ X પર લખ્યું, ‘હળવી ઈજા છે, કંઈ ગંભીર નથી. હું એકદમ ઠીક છું અને આગામી શોટ માટે તૈયાર છું. તમારા પ્રેમ અને કાળજી માટે આભારી છુ.’
આ રીતે થયો હતો ઇજાગ્રસ્ત અગાઉ, ઘણા મીડિયા અહેવાલોમાં એવું જણાવવામાં આવ્યું હતું કે સુનીલ શેટ્ટીને સિરીઝ ‘હન્ટર’ માટે ફાઇટિંગ સીન દરમિયાન પાંસળીમાં ગંભીર ઈજા થઈ હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે અભિનેતાને તપાસવા માટે એક્સ-રે મશીન સાથે તરત જ સેટ પર ડોક્ટરોને બોલાવવામાં આવ્યા હતા જેથી તેની સ્થિતિ જાણી શકાય. વેલ, હવે સુનીલ શેટ્ટીએ પોતે જ પોતાની હેલ્થ અપડેટ આપતાં સ્પષ્ટ કર્યું છે કે તેમને નાની ઈજા થઈ છે અને ચિંતા કરવાની કોઈ વાત નથી.
સુનીલ શેટ્ટીની આગામી ફિલ્મો સુનીલ શેટ્ટીએ વર્ષ 1992માં ફિલ્મ ‘બલવાન’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે ‘મોહરા’, ‘ક્રિષ્ના’, ‘બોર્ડર’, ‘હેરા ફેરી’, ‘ધડકન’ અને ‘મેં હું ના’ જેવી લોકપ્રિય ફિલ્મોમાં કામ કર્યું. એક્શન સ્ટાર સુનીલ શેટ્ટી ટૂંક સમયમાં ‘વેલકમ ટુ ધ જંગલ’ અને એમેઝોન મિનીટીવી એક્શન સીરિઝ ‘હન્ટર’ની બીજી સિઝનમાં જોવા મળશે. આ સિવાય તેની પાસે ફિલ્મ ‘હેરા ફેરી 3’ પણ છે. જો કે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.