5 કલાક પેહલા
- કૉપી લિંક
સુનીલ શેટ્ટી હાલમાં જ માધુરી દીક્ષિત સાથે રિયાલિટી શો ‘ડાન્સ દીવાને’માં જોવા મળ્યો હતો. આ શોમાં સુનીલ શેટ્ટીએ પોતાના બાળકોના કરિયરને લઈને તેના ડર વિશે વાત કરી હતી. શોના સ્પર્ધક સિદ્ધાર્થે પર્ફોર્મન્સ પછી કહ્યું કે તેમના ઘરેથી કોઈ આવ્યું નથી. કારણ કે પરિવારના સભ્યો તેમને ડાન્સમાં સાથ આપતા નથી.
સ્પર્ધકે જણાવ્યું કે તેમણે 12 વર્ષની ઉંમરથી ડાન્સમાં પોતાનું કરિયર બનાવ્યું છે અને તે બધું જાતે જ મેનેજ કરે છે. સિદ્ધાર્થની વાત સાંભળીને ભારતી સિંહથી લઈને સુનીલ શેટ્ટી અને માધુરી દીક્ષિત સુધી બધા ભાવુક થઈ ગયા હતાં.
માધુરીએ કહ્યું કે ‘જ્યારે માતા-પિતા પોતાના બાળકોની પ્રતિભાને સમર્થન નથી આપતા ત્યારે તે ઘણું મુશ્કેલ છે. જ્યારે સુનીલ શેટ્ટી માધુરી દીક્ષિતને કહે છે કે, મને એ નથી સમજાતું કે જો બાળકો આર્ટની દુનિયામાં કરિયર બનાવવા માગતા હોય તો માતા-પિતા કેમ તેમને સપોર્ટ નથી કરતા. પરંતુ હવે જ્યારે ડાન્સ રિયાલિટી શો આવી રહ્યા છે ત્યારે કેટલાક માતા-પિતાની વિચારસરણીમાં બદલાવ આવી રહ્યો છે.’
સુનીલ શેટ્ટીએ પોતાના ડર વિશે જણાવ્યું
સુનીલ શેટ્ટીએ પોતાના બાળકો વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે દીકરી અથિયા અને દીકરો અહાન એક્ટિંગમાં કરિયર બનાવવાની વાત સાંભળીને તે કેવી રીતે ડરી ગયો હતો. અભિનેતાએ જણાવ્યું કે જ્યારે અથિયા અને અહાને કહ્યું કે તેઓ અભિનેતા બનવા માગે છે. પિતા હોવાને કારણે હું તેમની વિરુદ્ધ નહોતો. પરંતુ મારા મનમાં એક ડર હતો કે શું તેઓ તેમની નિષ્ફળતાને સંભાળી શકશે કે કેમ. અભિનેતાએ કહ્યું કે સફળતાને સંભાળવી સરળ છે. પરંતુ જો તમે નિષ્ફળ ગયા હો તો તેમને સંભાળવું ખૂબ મુશ્કેલ છે.
જો કે, સુનીલનો ડર ખોટો સાબિત થયો હતો કારણ કે બંનેએ નિષ્ફળતા હોવા છતાં પોતાને સારી રીતે સંભાળ્યા અને હજુ પણ પ્રયાસ કરી રહ્યા છે.
અથિયા શેટ્ટીનું ફિલ્મી કરિયર
સુનીલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટીએ વર્ષ 2015માં ફિલ્મ ‘હીરો’થી પોતાના એક્ટિંગની શરૂઆત કરી હતી. આ પછી તે ‘મુબારકાન’, ‘નવાબઝાદે’, ‘મોતીચૂર ચકનાચૂર’માં જોવા મળી હતી. પરંતુ તેમની એક પણ ફિલ્મ હિટ થઈ નથી. આ પછી તેમણે ક્રિકેટર કેએલ રાહુલ સાથે લગ્ન કર્યા. આ દિવસોમાં અભિનેત્રી તેના લગ્નજીવનનો આનંદ માણી રહી છે. અહાન શેટ્ટીએ પણ ફિલ્મ ‘તડપ’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. અહાન ટૂંક સમયમાં સાજિદ નડિયાદવાલાની ફિલ્મમાં જોવા મળશે.