15 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટર ગોવિંદા આ દિવસોમાં પોતાની પર્સનલ લાઈફનાં કારણે ચર્ચામાં છે. થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે એક્ટર અને તેની પત્ની સુનિતા આહુજા 37 વર્ષના લગ્નજીવન પછી છૂટાછેડા લેવાનાં છે. જોકે, ગોવિંદાના મેનેજરે છૂટાછેડાના સમાચારને નકારી કાઢ્યા હતા અને સુનિતા આહુજા પણ તેને અફવા ગણાવી હતી.
જોકે, અફવા અહીં અટકતી નથી બોમ્બે ફેશન વીકમાં સુનિતા આહુજાને ગોવિંદા વિશે પૂછવામાં આવ્યું તો તે જવાબ આપ્યા વગર ત્યાંથી ચાલી ગઈ. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયો હતો અને ફરીથી લોકોએ તેમના છૂટાછેડાની વાતને વેગ આપ્યો હતો. બોમ્બે ફેશન વીક બાદ ઇન્સ્ટન્ટ બોલિવૂડને આપેલા ઇન્ટરવ્યૂમાં સુનિતાએ કહ્યું હતું કે- ગમે તે સમાચાર આવે મને તેનાથી કોઈ ફરક પડતો નથી. મેં પહેલા પણ કહ્યું છે જ્યાં સુધી અમે જાહેરાત ન કરી ત્યાં સુધી વિશ્વાસ ન કરતા. તમારે કોઈપણ સમાચાર પર પ્રતિક્રિયા આપવાની જરૂર નથી.
ગોવિંદાનું નામ સાંભળીને સુનિતા ગુસ્સે થઈ ગઈ? ફેશન વીકમાં રેમ્પ વોક પછી સુનિતાએ મીડિયા સાથે વાતચીત કરી હતી. મીડિયાએ તેને પૂછ્યું- તમે કેમ છો? આનો જવાબ તેણે સ્માઈલ સાથે આપ્યો, મજામાં, લુક કેવો લાગી રહ્યા છે? આના પર પાપારાઝીએ કહ્યું- ખૂબ જ સરસ લાગે છે. આ પછી એક ફોટોગ્રાફરે સુનિતાને પૂછ્યું- મેડમ, સરને કેમ છે? આ સાંભળીને સુનિતા તરત જ પુત્ર યશવર્ધનને મૂકી ચાલતી પકડે છે. આ સમયે તેના ચહેરાના હાવભાવ પણ સંપૂર્ણપણે બદલાઈ ગયા હતા.
ગોવિંદા-સુનિતાના છૂટાછેડાના સમાચાર કેવી રીતે શરૂ થયા? થોડા સમય પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે ગોવિંદા અને સુનિતા આહુજા છૂટાછેડા લેવાના છે. એવા પણ અહેવાલો હતા કે બંને લાંબા સમયથી અલગ રહે છે. તેના વકીલે મીડિયાને એમ પણ જણાવ્યું હતું કે- થોડા સમય પહેલા સુનિતાએ કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. જોકે, વિવાદોમાં ઘેરાયા બાદ, સુનિતાએ મીડિયા ઇન્ટરવ્યૂમાં આ અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યાં હતા.

ગોવિંદા-સુનિતાનાં છૂટાછેડાની અફવાઓ હેડલાઇન્સમાં રહે છે
મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે 61 વર્ષીય ગોવિંદાનું 30 વર્ષીય મરાઠી એક્ટ્રેસ સાથે અફેર હતું. આ કારણોસર, સુનિતા 38 વર્ષના લગ્નજીવન પછી છૂટાછેડા લેવા માંગે છે. જોકે, સમાચાર વહેતા થયા પછી તેમના મેનેજરે આ અહેવાલોને નકારી કાઢ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે જ્યારે ગોવિંદા રાજકારણમાં આવ્યો ત્યારે તેણે તેના ઘરની નજીક એક ઘર ભાડે રાખ્યું હતું કારણ કે પાર્ટીના સભ્યો વારંવાર તેના ઘરે આવતા હતા.