20 મિનિટ પેહલા
- કૉપી લિંક
‘ગદર 2’ થી જબરદસ્ત કમબેક કરનાર સની દેઓલ પર હાલમાં છેતરપિંડી અને બનાવટીનો આરોપ લાગ્યો છે. નિર્માતા સૌરવ ગુપ્તાએ તેમના પર આ આરોપો લગાવ્યા છે. સૌરવનો આરોપ છે કે સનીએ વર્ષો પહેલાં તેની સાથે ફિલ્મ સાઈન કરી હતી. કોન્ટ્રાક્ટ મુજબ સનીએ એડવાન્સ તરીકે 1 કરોડ રૂપિયા આપવાના હતા, પરંતુ તેમણે 2.5 કરોડ રૂપિયા લીધા હતા. બાદમાં કોન્ટ્રાક્ટ સાથે છેડછાડ કરીને તેમ ણે મનસ્વી રીતે ફી અને નફાની વહેંચણીની રકમમાં વધારો કર્યો હતો.
હાલમાં જ હિન્દુસ્તાન ટાઇમ્સ સાથે વાત કરતી વખતે, રિયલ એસ્ટેટ ડેવલપર બનેલા નિર્માતા સૌરવ ગુપ્તાએ જણાવ્યું હતું કે તેણે સની દેઓલને 2016 માં એક ફિલ્મ માટે સાઇન કર્યો હતો. તેમણે ફિલ્મ માટે 1 કરોડ રૂપિયા એડવાન્સમાં લીધા હતા, પરંતુ તેમણે ફિલ્મ શરૂ કરવાને બદલે વધુ પૈસા માગવાનું શરૂ કર્યું. આ ફિલ્મમાં લીડ રોલ માટે સની દેઓલની ફી 4 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી હતી.
હાલમાં જ સૌરવ ગુપ્તાએ વકીલ અને નિર્દેશક સુનીલ દર્શન સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી
નિર્માતા સૌરવે કહ્યું કે, અમે તેને 1 કરોડ રૂપિયા એડવાન્સ આપ્યા હતા, પરંતુ તેમણે અમારી ફિલ્મ શરૂ કરવાને બદલે ‘પોસ્ટર બોયઝ’ (2017)નું શૂટિંગ શરૂ કર્યું. તે અમારી પાસે વધુ પૈસા માગતો રહ્યો અને અમે તેને 2.55 કરોડ રૂપિયા આપ્યા. તેમની સલાહ પર જ મેં ડિરેક્ટરને પૈસા ચૂકવ્યા, ફિલ્મિસ્તાન સ્ટુડિયો બુક કર્યો અને એક એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસરને પણ રાખ્યા.
સનીએ મનસ્વી રીતે ફીમાં વધારો કર્યો – સૌરવ ગુપ્તા
વધુમાં કહ્યું કે સની દેઓલે તેની કંપની સાથે નકલી કરાર કર્યો હતો. સૌરવ ગુપ્તાનો દાવો છે કે જ્યારે તેણે એગ્રીમેન્ટ જોયો ત્યારે તેને સમજાયું કે કોન્ટ્રાક્ટમાં દર્શાવેલી રકમ બદલાઈ ગઈ છે. 4 કરોડને બદલે ફી 8 કરોડ રૂપિયા હતી જ્યારે નફાની રકમ વધારીને 2 કરોડ કરવામાં આવી હતી.
નિર્દેશક સુનીલ દર્શને પણ સની પર આરોપ લગાવ્યો હતો
આ મામલે સૌરવ ગુપ્તાને નિર્દેશક સુનીલ દર્શનનો સહયોગ મળ્યો છે. અંદાઝ, જાનવર જેવી ફિલ્મોનું દિગ્દર્શન કરી ચૂકેલા સુનીલ દર્શને પત્રકાર પરિષદમાં સૌરવ ગુપ્તાને સમર્થન આપતાં કહ્યું હતું કે, સની દેઓલે મારી ફિલ્મ અજય (1996)ના ઓવરસીઝ ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ ખરીદ્યા હતા અને માત્ર નજીવી ચૂકવણી કરી હતી. બાકીની રકમ તેમણે હજુ ચૂકવી નથી.
આ મામલે સની દેઓલ કે તેની ટીમ તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. સની દેઓલે વર્ષ 2023માં ફિલ્મ ‘ગદર 2’થી કમબેક કર્યું હતું. ટૂંક સમયમાં તે ‘બોર્ડર 2’ અને ‘લાહોર 1947’ જેવી ફિલ્મોમાં જોવા મળશે.