47 મિનિટ પેહલાલેખક: આશિષ તિવારી
- કૉપી લિંક
સની દેઓલ 10 એપ્રિલે મોટા પડદા પર ફિલ્મ ‘જાટ’ લઈને આવી રહ્યો છે. આ એક્શનથી ભરપૂર ફિલ્મમાં તેની સાથે એક્ટર રણદીપ હુડ્ડા અને વિનીત કુમાર સિંહ જોવા મળશે. ફિલ્મના ટ્રેલરને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે.
આ ફિલ્મનું ડિરેક્શન તેલુગુ ડિરેક્ટર ગોપીચંદ માલિનેની કરી રહ્યા છે. તે ‘જાટ’ દ્વારા હિન્દી સિનેમામાં પદાર્પણ કરી રહ્યા છે. ફિલ્મમાં સની દેઓલનો આઇકોનિક ડાયલોગ ‘ઢાઈ કિલો કા હાથ’નો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કરે ફિલ્મ વિશે સની દેઓલ, રણદીપ હુડ્ડા અને વિનીત કુમાર સિંહ સાથે વાત કરી છે. ઇન્ટરવ્યૂના મુખ્ય મુદ્દાઓ વાંચો…
પ્રશ્ન: સની, જાટ શબ્દ સાંભળતાની સાથે જ તમારા મનમાં સૌથી પહેલા શું આવે છે?
જવાબ/સની- જાટને ખાવા- પીવાનું અને તોડવા-ફોડવાનું ગમે છે. જો ક્યાંક કંઈક ખોટું થઈ રહ્યું હોય, તો જાય છે અને તેને અટકાવે છે. લોકોનું રક્ષણ કરવું, આ જાટનું કામ છે. ‘જાટ’ શબ્દ સાંભળતી વખતે મારા મનમાં સૌથી પહેલી વાત આ આવે છે.
રણદીપ- આપણે ત્યાં કહેવાય છે કે, હનુમાનજી પણ જાટ છે. આ પાછળનું કારણ એ છે કે બીજા કોઈની પત્ની માટે તેમણે પોતાની પૂંછડીમાં આગ લગાવી અને લંકા બાળી નાખી. ન્યાય, કાર્ય અને સત્ય એ જાટની વ્યાખ્યા છે.
અમારી ફિલ્મ ‘જાટ’માં પણ તમને આ ત્રણ બાબતો જોવા મળશે. જાટ રેજિમેન્ટનું સૂત્ર પણ છે- ‘જાટ બલવાન, જય ભગવાન’ જાટોએ દરેક જગ્યાએ યોગદાન આપ્યું છે, પછી તે ખેતી હોય, સેના હોય કે રમતગમત હોય. બધા શારીરિક અને માનસિક કાર્ય ફક્ત તેમની સાથે સંબંધિત છે. તેઓ થોડા સ્પષ્ટવક્તા હોય છે, જેના કારણે તેમને જીવનમાં પડકારોનો સામનો કરવો પડે છે.

વિનીત- તેમની અદ્ભુત રમૂજ… જાટ શબ્દ સાંભળતાંની સાથે જ મારા મનમાં આ પહેલી વાત આવે છે. રમૂજ ઉપરાંત, ગુસ્સો, બહાદુરી, સારો દેખાવ, મિત્રતા અને વિવિધ રમતોમાં મેડલ પણ ધ્યાનમાં આવે છે. મારા ઘણા મિત્રો જાટ છે. તે મને કહે છે કે વિનીત, જ્યારે પણ તું ફિલ્મના પ્રીમિયરમાં જા, ત્યારે તું અમારી રેન્જ રોવર લઈને જ જા. આમ ના જા, અમને તે ગમતું નથી.’
પ્રશ્ન: સની, જાટ શબ્દ તમારા વાસ્તવિક વ્યક્તિત્વ સાથે ઘણો મેળ ખાય છે?
જવાબ: હા, તે મારા ડીએનએમાં છે. મને ડીએનએમાં ખૂબ વિશ્વાસ છે. નહિંતર, આપણા બધાની અંદર ઘણી બધી વસ્તુઓ છે જેના વિશે આપણને ખબર નથી હોતી કે તે આવી કેમ છે. પણ તેની પાછળ ડીએનએ છે.

પ્રશ્ન: રણદીપ, ફિલ્મમાં તમે જાટને બદલે દક્ષિણ ભારતીય ખલનાયકની ભૂમિકા ભજવી છે. તમને એ વિચિત્ર નથી લાગતું?
જવાબ: આ સાંભળ્યા પછી શરૂઆતમાં મને ખૂબ દુઃખ થયું. જ્યારે મને વાર્તા કહેવામાં આવી રહી હતી, ત્યારે હું મારા પાત્ર વિશે સાંભળવાની રાહ જોઈ રહ્યો હતો. જ્યારે રણતુંગા નામ આવ્યું, ત્યારે મેં પૂછ્યું કે હું જાટની ભૂમિકા કેમ નથી ભજવી રહ્યો? કોઈ જવાબ મળ્યો નહીં. મેં વિચાર્યું, દોસ્ત, ગામના લોકો આ વિશે વાત કરશે. મેં આ ભૂમિકા વિશે ઘણો વિચાર કર્યો. મેં મારા સ્કૂલના મિત્રો પાસે સલાહ માગી, તેમણે કહ્યું કે જો સની દેઓલ ફિલ્મમાં હોય તો ચાલશે.
પ્રશ્ન: વિનીત, ફિલ્મ ‘મુક્કાબાજ’ માટે, તમે જાટો વચ્ચે રહ્યા અને તેમની પાસેથી તાલીમ લીધી?
જવાબ: હા, મારા ઘણાં મિત્રો પંજાબ-હરિયાણાના છે. બનારસમાં પણ મારા ઘણા સારા મિત્રો છે. તેમને ખબર પણ નહોતી કે હું એક્ટર છું. ‘મુક્કાબાજ’ ની તાલીમ દરમિયાન તેમણે મને વિશાળ હૃદયથી સાથ આપ્યો. આજના સમયમાં કોઈ આ રીતે મદદ કરી શકે છે તે મને વિશ્વાસ નહોતો આવતો.
પ્રશ્ન- વિનીત, એક બાજુ સનીની ગર્જના છે, બીજી બાજુ તું કોયલનો અવાજ કરે છે. આ પાછળની વાર્તા શું છે?
જવાબ- હું ગામમાં ભણ્યો-ઉછર્યો છું. ત્યાં સવારની શરૂઆત પક્ષીઓના અવાજથી થાય છે. કોયલનો અવાજ મારા દિલમાં ગૂંજ તો રહે છે. ફિલ્મમાં સોમલુનું પાત્ર એકદમ રંગીન છે. આવી સ્થિતિમાં, કોયલના અવાજમાં બોલતા પાત્રને સેટ પર જ ઇમ્પ્રુવાઇઝ કરવામાં આવ્યું હતું.
સવાલ- સની, ‘ઢાઈ કિલો કા હાથ’ના ડાયલોગની ફેન ફોલોઈંગ છે. આ ડાયલોગને ફિલ્મમાં એક નવી શૈલીમાં રજૂ કરવામાં આવ્યો છે. તમે શું કહો છો?
જવાબ: મારા આ ડાયલોગનો ફિલ્મમાં સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. જોકે, મને આવી વસ્તુઓ કરવામાં થોડો ખચકાટ થાય છે. પણ મેં ફક્ત ડિરેક્ટર જે ઇચ્છતા હતા તે અનુસરવાનો પ્રયાસ કર્યો. તમે ટ્રેલરમાં જોયું જ હશે કે તે ખૂબ જ સુંદર લાગે છે.

પ્રશ્ન: શું તમે ક્યારેય તમારી રિયલ લાઇફમાં ઢાઈ કિલોના હાથનો ઉપયોગ કરીને કોઈને માફી મગાવી છે?
જવાબ: હા, ઝઘડા તો ઘણા થતાં હતા. નાની ઉંમરમાં ઝઘડા ન થાય તેવું તો બને જ નહીં. હું ઝઘડવાનું શોધતો રહેતો હતો. તે માટે બહાના શોધતો રહેતો હતો. જો કોઈ મારી સામે જોતું, તો તેના પર પણ ઝઘડો થતો. જો કંટાળો આવે તો કોઈ સાથે લડાઈ કરો.
મારા મિત્રના પરિવારના લોકો તેમને મારી સાથે આવતા રોકતા હતા. જો માહોલ અને ઉંમર હતી, તે મુજબ વિચિત્ર કામ કરતો હતો. હવે જ્યારે હું તેના વિશે વિચારું છું, ત્યારે મને લાગે છે કે જો આજનો સમય હોત, તો મેં મારા પિતાનું નામ બગાડ્યું હોત.