મુંબઈ3 કલાક પેહલા
- કૉપી લિંક
એક્ટર સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસની સુનાવણી આજે બોમ્બે હાઈકોર્ટમાં થશે. હાઈકોર્ટમાં દાખલ કરાયેલી પીઆઈએલમાં શિવસેના (ઉદ્ધવ જૂથ)ના ધારાસભ્ય આદિત્ય ઠાકરેનું નામ છે. આમાં સુશાંતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના મૃત્યુની તપાસ કરવાની માગ કરવામાં આવી છે.
આ અરજી 2023માં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ લિટિગન્ટ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા દાખલ કરવામાં આવી હતી. સુશાંત સિંહનું 14 જૂન 2020ના રોજ અવસાન થયું. એક્ટરના મૃત્યુ કારણ સુસાઈડ હોવાનું કહેવાયમાં આવ્યું છે. 3 દિવસ પહેલા કૃષ્ણ કિશોર સિંહે કહ્યું હતું કે સુશાંત તેના મૃત્યુના 3-4 દિવસ પહેલા ઘરે આવ્યો હતો અને એવી કોઈ સ્થિતી લાગતી જ નહોતી કે તેને આત્મહત્યા કરવી પડે. આશા છે કે આ કેસમાં સત્ય અને દોષિત કોણ છે તે હવે પ્રકાશમાં આવશે.
કૃષ્ણ કિશોર સિંહ, સુશાંત સિંહ રાજપૂતના પિતાએ કહ્યું-

મહારાષ્ટ્રની નવી સરકાર સારી છે, વર્તમાન મુખ્યમંત્રી જે પણ કરશે તે સારું જ થશે. હું ફક્ત એટલું જ કહી શકું છું કે સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા ન કરી શકે. અમને કોર્ટ તરફથી ન્યાય મળવાની પૂરી આશા છે. આ ઘા રુઝાવાનો નથી, ગુનેગાર પકડાશે ત્યારે જ થોડો સંતોષ થશે.
આદિત્ય ઠાકરેની ધરપકડ કરવા માટે અરજીમાં માગ આ PILમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ને આ કેસોના સંદર્ભમાં શિવસેના (UTB) ના ધારાસભ્ય આદિત્ય ઠાકરેની ધરપકડ કરીને પૂછપરછ કરવા વિનંતી કરવામાં આવી છે. અરજીમાં કોર્ટને CBIને વ્યાપક અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપવા વિનંતી પણ કરવામાં આવી હતી.
બોલિવૂડ હંગામાના અહેવાલ મુજબ, અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે CBIએ તેની તપાસ અંગે સંપૂર્ણ અહેવાલ રજૂ કરવો જોઈએ. તેમજ, આદિત્ય ઠાકરે સામે શક્ય તેટલી વહેલી તકે તપાસ શરૂ થવી જોઈએ.
શિવસેના (UBT) ના ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ આ PIL માં અરજી દાખલ કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે કોર્ટે કોઈપણ નિર્ણય લેતા પહેલા તેમનું સાંભળવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે આ PIL સાચી નથી કારણ કે રાજ્ય દ્વારા આ મામલાની તપાસ ચાલી રહી છે.
વર્ષ 2020માં ફ્લેટમાંથી મૃતદેહ મળ્યો હતો સુશાંત સિંહ રાજપૂત 14 જૂન, 2020 ના રોજ બાંદ્રા સ્થિત તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. પહેલી નજરે આ કેસ આત્મહત્યા જેવો લાગતો હતો, પરંતુ બાદમાં મીડિયા અને વિપક્ષી પક્ષોના દબાણને કારણે આ કેસની તપાસ CBIને સોંપવામાં આવ્યો હતો. સીબીઆઈના અંતિમ રિપોર્ટમાં મૃત્યુનું વાસ્તવિક કારણ આત્મહત્યા હોવાનું જણાવાયું હતું.

દિશાનું 8 જૂને અવસાન થયું અને સુશાંતનું 14 જૂને અવસાન થયું.
જ્યારે, આના થોડા દિવસો પહેલા, 8 જૂને તેની મેનેજર દિશા સાલિયાનનું પણ બિલ્ડિંગના 14મા માળેથી પડી જવાથી મૃત્યુ થયું હતું. બંને મૃત્યુ શંકાસ્પદ હતા, પરંતુ આજ સુધી આ અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.