7 મિનિટ પેહલા
- કૉપી લિંક
રણદીપ હુડ્ડા સ્ટારર ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’, જેણે પ્રથમ સપ્તાહના અંતે દેશભરમાં 6 કરોડ 10 લાખ રૂપિયાની કમાણી કરી હતી, આ ફિલ્મે હોળીના દિવસે દેશભરમાં 2 કરોડ 15 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.
હવે 4 દિવસમાં આ ફિલ્મનું કુલ ભારતીય બોક્સ ઓફિસ કલેક્શન 8 કરોડ 25 લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ ફિલ્મે 4 દિવસમાં વિશ્વભરમાં 10 કરોડ 96 લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે.
સોમવારે ફરી ઘટાડો આવ્યો હતો
ટ્રેડ એક્સપર્ટના મતે, ફિલ્મે હોળી પર સારો બિઝનેસ કર્યો હોવા છતાં, તેનું એકંદર કલેક્શન અપેક્ષા કરતાં ઓછું છે. શનિવારે કલેક્શનમાં 104% ગ્રોથ હાંસલ કર્યા બાદ સોમવારે કામકાજના દિવસે તેનું કલેક્શન ફરી ઘટી ગયું છે.
આ ફિલ્મથી રણદીપ હુડ્ડાએ પણ ડાયરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું છે. તેના સિવાય અંકિતા લોખંડે અને અમિત સિયાલ પણ તેમાં જોવા મળી રહ્યા છે.
‘મડગાંવ એક્સપ્રેસ’માં દિવ્યેન્દુ શર્મા, પ્રતીક ગાંધી, અવિનાશ તિવારી અને નોરા ફતેહી લીડ રોલમાં છે. દિગ્દર્શક તરીકે કુણાલની આ પ્રથમ ફિલ્મ છે
‘મડગાંવ એક્સપ્રેસ’એ ચોથા દિવસે 2.72 કરોડ રૂપિયાની કમાણી કરી હતી
જ્યારે કુણાલ ખેમુ દ્વારા નિર્દેશિત ‘મડગાંવ એક્સપ્રેસ’એ ચોથા દિવસે 2 કરોડ 72 લાખ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મે પહેલા વીકેન્ડ પર ત્રણ દિવસમાં 7 કરોડ, 16 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. હવે ચાર દિવસમાં તેણે દેશભરમાં 9 કરોડ 88 લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે.
‘યોદ્ધા’નું કલેક્શન 11 દિવસમાં 50 કરોડને પાર
આ બે ફિલ્મો સિવાય સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ ‘યૌદ્ધા’એ 11 દિવસમાં વિશ્વભરમાં 51 કરોડ 54 લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં દેશભરમાં 30 કરોડ 85 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ‘યૌદ્ધા’એ પહેલા સપ્તાહમાં 26 કરોડ 9 લાખ રૂપિયાની કમાણી કરી હતી.