12 મિનિટ પેહલા
- કૉપી લિંક
રણદીપ હુડ્ડા સ્ટારર ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં લીડ રોલ કરવા ઉપરાંત રણદીપ આ સાથે દિગ્દર્શક તરીકે પણ ડેબ્યુ કરી રહ્યો છે. ફિલ્મમાં રણદીપ ઉપરાંત અંકિતા લોખંડે અને અમિત સિયાલ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. તે 22 માર્ચે હિન્દી અને મરાઠીમાં રિલીઝ થશે.
આ ફિલ્મમાં અભિનેત્રી અંકિતા લોખંડે લીડ રોલમાં છે.
ટ્રેલર સાડા ત્રણ મિનિટનું છે
ફિલ્મમાં સાવરકરની બાળપણથી લઈને તેમના અંતિમ દિવસો સુધીની વાર્તા બતાવવામાં આવશે. સાડા ત્રણ મિનિટના આ ટ્રેલરમાં સાવરકરના જીવનની ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ પાત્રો જોવા મળ્યા
આ ટ્રેલરમાં સાવરકર ઉપરાંત મહાત્મા ગાંધી, બાલ ગંગાધર તિલક, સુભાષ ચંદ્ર બોઝ, ભગત સિંહ જેવા અનેક સ્વાતંત્ર્ય સેનાની અને જવાહરલાલ નેહરુ અને જીણા જેવા રાજનેતાઓ જોવા મળે છે. અંકિતા આ ફિલ્મમાં વીર સાવરકરની પત્ની યમુનાબાઈના રોલમાં જોવા મળશે.

ફિલ્મમાં રણદીપ ઉપરાંત ઘણા કલાકારો પણ મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળશે.
સાવરકરની ભૂમિકા માટે વજન ઘટાડ્યું
ટ્રેલરના કેટલાક સીન્સમાં રણદીપ એટલો પાતળો દેખાઈ રહ્યો છે કે તેને ઓળખી પણ ન શકાય. આ પહેલા તેણે ફિલ્મ ‘સરબજીત’ માટે પણ વજન ઘટાડ્યું હતું.