25 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુના પ્રાઈવેટ વેડિંગ સેરેમનીના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યા છે. આ વચ્ચે એક્ટ્રેસે પ્રથમ વખત તેના પ્રાઇવેટ લગ્ન વિશે ખુલ્લીને વાત કરી છે. એક્ટ્રેસે કહ્યું કે તે તેને ખાનગી અને અંગત રાખવા માગે છે.
તાપસીના લગ્નના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. આ વીડિયોમાં એક્ટ્રેસ દુલ્હનના આઉટફિટમાં ડાન્સ કરતી અને સ્ટેજ પર ઉભેલા મેથિયાસ તરફ જતી જોવા મળે છે
‘હું હજુ પણ મારી પૂરતું સીમિત રાખવા માગું છું
હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં જ્યારે તાપસીને પૂછવામાં આવ્યું કે તે તેના લગ્ન વિશે ઓફિશિયલ જાહેરાત ક્યારે કરશે, તો એક્ટ્રેસે કહ્યું, ‘હું આ વાતને લઈને સ્યોર નથી હું મારી પર્સનલ લાઈફમાં લોકોને સામેલ કરવા માગુ છું કે નહીં.
મેં જે કર્યું તે મારો નિર્ણય હતો, મારા પાર્ટનરનો કે લગ્નમાં સામેલ થયેલા લોકોનો નહીં. હું શ્યોર નથી કે તે જાહેર થશે ત્યારે મને કેવું લાગશે, તેથી મેં તેને અત્યાર સુધી મારા પૂરતું જ સીમિત રાખ્યું છે.
આ વીડિયો તાપસીના સંગીત સેરેમનીનો છે જેમાં તે બહેન શગુન સાથે ડાન્સ કરી રહી છે.
મારી નજીકના લોકો બધું જ જાણતા હતાઃ તાપસી
જો કે, તાપસીએ એમ પણ કહ્યું કે તેણે જાણી જોઈને તેના લગ્નને ગુપ્ત રાખ્યા નથી. અભિનેત્રીએ કહ્યું, ‘જે લોકો ખરેખર મારી નજીક છે તેઓ આ સેલિબ્રેશનનો ભાગ હતા. તે હંમેશા મારા સંબંધો વિશે જાણતા હતા અને એ પણ જાણતા હતા કે હું ક્યારે લગ્ન કરીશ.
મારા લગ્નનો આનંદ માણી શકતી નથી: તાપસી
તાપસીએ વધુમાં કહ્યું, ‘હું તેને સાર્વજનિક અફેર બનાવવા નહોતી માગતી કારણ કે પછી હું ચિંતિત થઈ જતી કે તેને જાહેરમાં કેવી રીતે લેવામાં આવે છે. આવી સ્થિતિમાં હું પોતે મારા લગ્નનો ખુલ્લેઆમ આનંદ માણી ન શકતી.
બહેન શગુને પણ આ સિક્રેટ વેડિંગના ઘણા ફોટા તેના મિત્રો સાથે શેર કર્યા છે
‘હું ફોટા શેર કરવા માટે માનસિક રીતે તૈયાર નથી’
જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તે ભવિષ્યમાં આ ફંક્શનના ફોટા અને વીડિયો શેર કરશે, તો અભિનેત્રીએ કહ્યું, ‘ના, મારી આવી કોઈ યોજના નથી. હું હજી આ માટે માનસિક રીતે તૈયાર નથી.
મારા લગ્નમાં જે લોકો હતા તેમની સામે હું કમ્ફર્ટેબલ હતી, પરંતુ હું હજુ સુધી તેમને જાહેરમાં શેર કરવા તૈયાર નથી. જો હું ભવિષ્યમાં ક્યારેય આરામદાયક અનુભવું છું, તો કદાચ હું મારા લગ્નના ફોટા અને વીડિયો શેર કરીશ, પરંતુ અત્યારે નહીં.
આ ફોટામાં તાપસી, તેની બહેન શગુન અને અભિનેતા અભિલાષ થપલિયાલ પણ જોવા મળી રહ્યા છે
અભિલાષે આ સિક્રેટ વેડિંગ ફંક્શનની કેટલીક તસવીરો પણ શેર કરી છે
લીક થયેલા વીડિયોમાં ઘણા નજીકના મિત્રો જોવા મળે છે
સોશિયલ મીડિયા પર લીક થયેલા તાપસીના લગ્નના વીડિયોમાં એક્ટર પાવેલ ગુલાટી, અભિલાષ થાપલિયાલ, લેખક કનિકા ધિલ્લોન સહિત તેના મિત્રો અને ઉદ્યોગના સહ કલાકારો જોવા મળે છે. આ સિવાય તાપસીની બહેન શગુને પણ આ ઈન્ટિમેટ સેરેમનીની કેટલીક તસવીરો શેર કરી છે. જો કે, તાપસીએ હજુ સુધી આ સમગ્ર મામલે ઓફિશિયલ રીતે કંઈ કહ્યું નથી.
તાપસી તેના પતિ મેથિયાસને માળા પહેરાવે છે
તાપસીએ લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ મેથિયાસ સાથે 23 માર્ચે ઉદયપુરમાં લગ્ન કર્યા હતા. 36 વર્ષની તાપસી અને 43 વર્ષની મથિયાસ છેલ્લા 10 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.