54 મિનિટ પેહલા
- કૉપી લિંક
તાપસી પન્નુ વિશે સમાચાર આવ્યા છે કે, અભિનેત્રી ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે. તાપસી તેના બોયફ્રેન્ડ મૈથિયાસ બો સાથે લગ્ન કરવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાપસી લગભગ 10 વર્ષથી મૈથિયાસ બો સાથે રિલેશનશિપમાં છે. તાપસીએ તેના લગ્ન માટે ઉદયપુર લોકેશન પસંદ કર્યું છે. માત્ર તાપસી અને મૈથિયાસના પરિવાર જ તેમના લગ્નમાં હાજરી આપશે. જો રિપોર્ટ્સનું માનીએ તો બોલિવૂડ સેલેબ્સને તેમના લગ્ન માટે હજુ સુધી આમંત્રણ આપવામાં આવ્યું નથી.લગ્ન શીખ અને ખ્રિસ્તી રીતિ-રિવાજ મુજબ થશે.
અગાઉ પ્રિયંકા ચોપરા, પરિણીતિ ચોપરા, કેટરીના કૈફ અને કિયારા અડવાણી જેવી અભિનેત્રીઓએ પણ ઉદયપુરમાં લગ્ન કર્યા હતા.
તાપસી અને મૈથિયાસ 10 વર્ષથી ડેટ કરી રહ્યા છે 36 વર્ષની તાપસી પન્નુ અને મૈથિયાસ છેલ્લા 10 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. જોકે, આ કપલે લાઈમલાઈટથી દૂર રહીને પોતાના સંબંધોને હંમેશા ખાનગી રાખ્યા હતા. તાપસી અવારનવાર મૈથિયાસ સાથેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. કપલ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તાપસીએ તાજેતરમાં મૈથિયાસ વિશે ખુલ્લેઆમ વાત કરી હતી અને કહ્યું હતું કે તે તેની પ્રથમ બોલિવૂડ ફિલ્મ ‘ચશ્મે બદ્દૂર’નું શૂટિંગ કરતી વખતે તેને મળી હતી.
મૈથિયાસ બો કોણ છે?
43 વર્ષીય મૈથિયાસ બો ડેનિશ બેડમિન્ટન ખેલાડી છે. તે બે વખત યુરોપિયન ચેમ્પિયન અને ઓલિમ્પિક મેડલિસ્ટ રહી ચૂક્યો છે. મેથિયાસે વર્ષ 2020માં બેડમિન્ટનમાંથી નિવૃત્તિ લીધી હતી.
તાપસીએ તેલુગુ અને તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે
તાપસી પન્નુએ હિન્દી ઇન્ડસ્ટ્રીની સાથે તેલુગુ અને તમિલ ઇન્ડસ્ટ્રીઝમાં પણ કામ કર્યું છે. અભિનેત્રીએ વર્ષ 2010માં તેલુગુ ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી. તેણે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. તેણે વર્ષ 2013માં ‘ચશ્મે બદ્દૂર’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તાપસીની બોલિવૂડ ફિલ્મોની વાત કરીએ તો તેણે ‘જુડવા 2’, ‘બદલા’, ‘નામ શબાના’, ‘પિંક’ જેવી ઘણી ફિલ્મો કરી છે. આ ફિલ્મો માટે તેને ઘણી પ્રશંસા પણ મળી હતી.