2 મિનિટ પેહલા
- કૉપી લિંક
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘સોનૂ’ના રોલથી લોકપ્રિય બનેલી ઝિલ મહેતા લગ્નના બંધનમાં બંધાઈ છે. ટીવી શોની સોનુએ તેના બોયફ્રેન્ડ આદિત્ય દુબે સાથે લગ્ન કર્યા છે. આ કપલે 28 ડિસેમ્બરના રોજ લગ્ન કર્યા હોવાના અહેવાલ છે જેની તસવીરો ગઈકાલે રાત્રે સામે આવી હતી.
ઝીલ લાલ લહેંગામાં જોવા મળી હતી ઝીલે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના જયમાલા સમારોહની તસવીરો શેર કરી છે. જેમાં એક્ટ્રેસ લાલ લહેંગામાં જોવા મળી રહી છે. લહેંગા પર ખૂબના સુંદર વર્કે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. દુલ્હનની એન્ટ્રી એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં ઝીલ સામેથી આવતી હોય છે અને તેને જોઈ પતિ આદિત્ય પણ ઈમોશનલ થઈ જાય છે. ક્લિપમાં આગળ ઝીલ આદિત્યનાં ઓવારણાં લે છે.
ઝીલ-આદિત્યનાં લગ્નની તસવીરો
ઘૂંટણિયે બેસીને આદિત્યએ પ્રપોઝ કર્યું હતું એક ઇન્ટરવ્યૂમાં ઝીલે જણાવ્યું હતું કે, ‘થોડા મહિના પહેલાં આદિત્ય મને પ્રપોઝ કરીને સરપ્રાઈઝ આપવા માગતો હતો. પરંતુ હું આ વિશે પહેલાંથી જાણતી હતી. તેથી જ મેં પહેલેથી જ તૈયારી કરી લીધી હતી (હસે છે) પછી તે ડ્રેસ હોય કે નેલ આર્ટ, બધું જ પરફેક્ટ હતું. ખરેખર, હું તેમને ખૂબ સારી રીતે સમજું છું. તે ઈચ્છે તો પણ મારાથી કંઈ છુપાવી શકતો નથી. આદિત્યએ પ્રપોઝ કર્યું તે દિવસ ખૂબ જ ખાસ હતો. આદિત્યએ 3-4 રોમેન્ટિક ગીતો પર પરફોર્મ કર્યું હતું. એક ઘૂંટણિયે બેસીને પ્રપોઝ કર્યું. કપાળ પર કિસ કરી હતી. આ મારા માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હતી.’
હું ગુજરાતી છું તો આદિત્ય નોર્થ ઇન્ડિયન બ્રાહ્મણ – ઝીલ મહેતા વધુમાં કહ્યું કે, ‘અમારા પરિવારો એકબીજાને લાંબા સમયથી ઓળખે છે. હા, પરિવારના સભ્યોમાં શરૂઆતમાં થોડો ખચકાટ હતો. ખરેખર, હું ગુજરાતી બેકગ્રાઉન્ડની છું. આદિત્ય ઉત્તર ભારતીય બ્રાહ્મણ પરિવારમાંથી છે. શરૂઆતમાં મારા માતા-પિતા ઈચ્છતા હતા કે હું અમારા જ સમુદાયમાં લગ્ન કરું. પરંતુ, જ્યારે મેં તેમને મારી પસંદગી જણાવી, ત્યારે તેઓ તરત જ સંમત થઈ ગયા હતા. હવે આદિત્ય તેમના પુત્રથી ઓછો નથી. બંને પરિવારો ખૂબ જ ખુશ છે.’
કપલ સ્કૂલ ટાઈમથી એકબીજાને ડેટ કરી રહ્યું હતું આ કપલ છેલ્લા 14 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યું છે. ઝીલ મહેતા હાલ 27 વર્ષની છે. તેણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જ કામ કર્યું હતું. શોમાં તેમના ચાર વર્ષથી વધુ સમય દરમિયાનના તેમના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ત્યાર બાદ તેણે પોતાની જાતને એક્ટિંગથી દૂર રાખી છે. હવે તે મેકઅપ આર્ટિસ્ટ અને વ્લોગર છે. સોશિયલ મીડિયા પર તેના ઘણા ફોલોઅર્સ છે, જ્યાં તે તેના અંગત જીવન અને કામ વિશે માહિતી શેર કરે છે.
ઝિલ મહેતાના ભાવિ પતિ આદિત્ય દુબે શું કરે છે? આદિત્ય દુબે 3D કલાકાર છે અને ઈ-સ્પોર્ટ્સમાં છે. આદિત્ય ગેમિંગ સ્ટુડિયોના બિઝનેસમાં પણ છે.