9 મિનિટ પેહલા
- કૉપી લિંક
લોકપ્રિય ટેલિવિઝન શો તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા લાંબા સમયથી વિવાદોમાં છે. છેલ્લા કેટલાક મહિનામાં શોના કલાકારોએ નિર્માતા અસિત મોદી પર ગંભીર આરોપ લગાવીને શો છોડી દીધો છે. દરમિયાન, એવા સમાચાર છે કે શોના નિર્માતાઓ શોમાં સોનુ ભીડેનું પાત્ર ભજવતી અભિનેત્રી પલક સિધવાની સામે કાયદાકીય કાર્યવાહી કરી રહ્યા છે. જો કે, આ અહેવાલો વચ્ચે, અભિનેત્રીએ હવે કહ્યું છે કે, આ બધું તેના માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી રહ્યું છે.
પલક સિધવાની પર કોન્ટ્રાક્ટનો એક મહત્વપૂર્ણ નિયમ તોડવાનો આરોપ છે. તેણે થર્ડ પાર્ટી એન્ડોર્સમેન્ટ કર્યું છે, જે તેના કોન્ટ્રાક્ટની વિરુદ્ધ છે, આ કારણે શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મેકર્સે તેને લીગલ નોટિસ મોકલી છે અને ટૂંક સમયમાં તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
હવે અભિનેત્રી પલક સિધવાનીએ આ સમાચારોને અફવા ગણાવ્યા છે. અભિનેત્રીએ મની કંટ્રોલ ડોટ કોમને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું, આ એક અફવા છે, મેં કોઈ કરાર તોડ્યો નથી. કાલે શોનું શૂટિંગ છે, મારે સવારે 4 વાગ્યાની શિફ્ટ છે. ઉપરાંત, મને કોઈ કાનૂની સૂચના મળી નથી.
અભિનેત્રીએ વધુમાં કહ્યું કે, મેં મેકર્સને આ વિશે જણાવ્યું છે, જે ગઈ રાતથી ફેલાઈ રહી છે. મેં એ પણ ઉલ્લેખ કર્યો છે કે આ શો માટે બેક ટુ બેક શૂટિંગ કરી રહી હોવા છતાં આ અફવાઓ મારા માનસિક સ્વાસ્થ્યને અસર કરી રહી છે. મેં તેમને વિનંતી કરી છે કે તેઓ આ બાબતે વહેલી તકે તપાસ કરે અને આ ગેરસમજ દૂર કરે. હું પણ આ વિશે પણ શોધી રહી છું. તે ખૂબ જ તણાવપૂર્ણ છે, પરંતુ સત્ય ટૂંક સમયમાં બહાર આવશે. હું આ વિશે વાત કરવા માંગુ છું, પરંતુ તે પહેલા હું મેકર્સ અને તેમની લીગલ ટીમ સાથે વાત કરીશ. તે સોમવારે મને જવાબ આપશે.’
નોંધનીય છે કેસ પલક સિધવાની છેલ્લા 4 વર્ષથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોનો ભાગ છે. આ શોમાં અભિનેત્રી સોનુ ભીડેનું પાત્ર ભજવી રહી છે. તેના પહેલા, આ પાત્ર નિધિ ભાનુશાલી ભજવી રહી હતી, જેનું સ્થાન પલક દ્વારા લેવામાં આવ્યું છે.