50 મિનિટ પેહલા
- કૉપી લિંક
તબ્બુ હોલિવૂડની ફેમસ સિરીઝ ‘ડ્યૂનઃ પ્રોફેસી’માં જોવા મળશે. રિપોર્ટ્સ અનુસાર, તબ્બુ ‘સિસ્ટર ફ્રાન્સેસ્કા’ના રોલમાં જોવા મળશે. આ એક સાયન્સ ફિક્શન સિરીઝ છે. આ સિરીઝ બ્રાયન હર્બર્ટ અને કેવિન જે. એન્ડરસને લખેલી વાર્તા ‘સિસ્ટરહુડ ઓફ ડ્યૂન’થી પ્રેરિત છે. ‘ડ્યૂનઃ પ્રોફેસી’ સિરીઝ વર્ષ 2019માં શરૂ થઈ હતી. પહેલાં આ સિરીઝનું નામ ‘ડ્યૂનઃ ધ સિસ્ટરહૂડ’ હતું. ‘ડ્યુન: પ્રોફેસી’ બે હરકોનેન બહેનોની વાર્તા કહે છે જે માનવજાતના ભવિષ્યને જોખમમાં મૂકે તેવા દળો સામે લડે છે અને એક સમુદાયની સ્થાપના કરે છે જે બેને ગેસેરિટ તરીકે ઓળખાશે.
એમિલી વોટસન, ઓલિવિયા વિલિયમ્સ, ટ્રેવિસ ફિમેલ, જોહડી મે, માર્ક સ્ટ્રોંગ, સારાહ-સોફી બૌસ્નીના, જોશ હ્યુસ્ટન, ક્લો લી, જેડ અનૌકા, ફોલિન કનિંગહામ, એડવર્ડ ડેવિસ, એઓઇફ હિન્ડ્સ, ક્રિસ મેસન અને શાલોની સાથે તબુ સિરીઝમાં છે. -ફ્રેન્કલિન એક્ટર સાથે જોવા મળશે.
સોશિયલ મીડિયા યુઝર્સનું હતું કંઈક આવું રિએક્શન
સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યું કે ભારત માટે આ સૌથી સારા સમાચાર છે. તબ્બુ આ રોલને ખૂબ જ સારી રીતે ભજવશે. અન્ય યુઝરે લખ્યું કે આનાથી સારા સમાચાર કોઈ હોઈ શકે નહીં. સોશિયલ મીડિયા પર તબ્બુ માટે યૂઝર્સ ખૂબ જ ખુશ છે, દરેક તેને તેના આગામી પ્રોજેક્ટ માટે અભિનંદન આપી રહ્યા છે.
તબ્બુના આગામી પ્રોજેક્ટ્સ
તબ્બુ હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘ક્રુ’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તબ્બુ સાથે કરીના કપૂર ખાન અને ક્રિતી સેનન પણ જોવા મળી હતી. આ સિવાય તે ટૂંક સમયમાં ‘ઔર મેં કહાં દમ થા’માં જોવા મળશે. આમાં તબ્બુ મોહિની સિંહ ચૌધરીનું પાત્ર ભજવવાની છે.