9 કલાક પેહલાલેખક: કિરણ જૈન
- કૉપી લિંક
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની સોનુ ભીડે ઉર્ફે પલક સિધવાનીએ હાલમાં જ તેની બીજી કાર (હ્યુન્ડાઈ ક્રેટા) ખરીદી છે. એક્ટ્રેસે અગાઉ વર્ષ 2021માં તેની પ્રથમ કાર (Hyundai i20) ખરીદી હતી. આ વર્ષે તેણે મુંબઈમાં ઘર પણ ખરીદ્યું છે. ખાસ વાત એ છે કે પલક માત્ર 26 વર્ષની છે.
બાય ધ વે, ‘તારક મહેતા…’ની ટીમમાં પલક એકમાત્ર એવી એક્ટ્રેસ નથી, જે નાની ઉંમરમાં ઘર અને કારની માલિકણ બની ગઈ હોય. ‘ટપ્પુસેના’ના દરેક કલાકારે શોમાં ખાસ છાપ છોડી છે. આ કલાકારોએ શો અને રોલની લોકપ્રિયતાના આધારે ઘણી કમાણી કરી હતી.
તેમાંથી ઘણાએ પોતાનું ઘર ખરીદવાનું સપનું પૂરું કર્યું, જ્યારે કેટલાકે પોતાની કમાણીથી પોતાનો બિઝનેસ શરૂ કર્યો. ચાલો… તેમના વિશે જાણીએ:
ગોગી ઉર્ફે સમય શાહ
ઉંમર: 23 વર્ષ
ગુરુચરણ સિંહ સોઢીનું પાત્ર ભજવનાર સમય શાહ 23 વર્ષનો છે. આજે પણ તે આ શો સાથે જોડાયેલો છે. જ્યારે 15 વર્ષ પહેલાં સમયે શોમાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે તે માત્ર 7 વર્ષનો હતો. છેલ્લાં 15 વર્ષમાં સમયે ઘણી કમાણી કરી છે. એક્ટર પાસે મુંબઈના પોશ વિસ્તારમાં 3 BHK ફ્લેટ છે. આ ઘરની કિંમત અંદાજે 1.5 કરોડ રૂપિયા છે.
જ્યારે સમય આ શોમાં જોડાયો ત્યારે તેને પ્રતિ એપિસોડ 2000 રૂપિયા મળતા હતા. હવે તેની ફી પ્રતિ એપિસોડ 15000 રૂપિયા થઈ ગઈ છે.
પિંકુ ઉર્ફે અઝહર શેખ
ઉંમર: 31 વર્ષ
શોમાં અઝહર પિંકુનો રોલ કરી રહ્યો છે. તેણે પોતાના કરિયરની શરૂઆત આ શોથી જ કરી હતી. 7 વર્ષ પહેલાં અઝહરે મુંબઈના મીરા રોડ વિસ્તારમાં પોતાનું ઘર ખરીદ્યું હતું. એ સમયે આ ઘરની કિંમત અંદાજે 50 લાખ હતી. જોકે અઝહરે તેની કમાણીનો કેટલોક હિસ્સો પણ રોક્યો છે.
અભિનયની સાથે તેનો પોતાનો બિઝનેસ પણ છે. અઝહરે ગુજરાતના સુરત શહેરમાં પોતાની જ્યૂસની દુકાન પણ ખોલી છે, જેનાથી તેને સારી આવક થાય છે. અઝહરને ‘તારક મહેતા…’ માટે પ્રતિ એપિસોડ 15000 રૂપિયા મળે છે.
બીજી સોનુ ઉર્ફે નિધિ ભાનુશાલી
ઉંમર: 25 વર્ષ
શોમાં સોનુની ભૂમિકા ભજવનાર નિધિએ માત્ર 21 વર્ષની ઉંમરે પોતાની પ્રથમ સ્કોડા રેપિડ કાર ખરીદી હતી. વર્ષ 2022માં તેણે અલીબાગમાં એક બીચ હાઉસ ખરીદ્યું, જેની કિંમત લગભગ 25 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.
નિધિએ 11 વર્ષની ઉંમરે બાળકલાકાર તરીકે તેના કરિયરની શરૂઆત કરી હતી. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં 5 વર્ષ સુધી કામ કર્યું. વર્ષ 2017માં તેણે આ શોને અલવિદા કહ્યું.
ત્રીજી સોનુ ઉર્ફે પલક સિધવાણી
ઉંમર: 26 વર્ષ
વર્ષ 2021 પલક માટે ખૂબ જ ખાસ હતું. એ જ વર્ષે અભિનેત્રીએ મુંબઈમાં 3 BHK ફ્લેટ અને હ્યુન્ડાઈ કાર ખરીદી. હાલમાં એક્ટ્રેસે બીજી કાર પણ ખરીદી છે. માત્ર 26 વર્ષની ઉંમરે પલક પાસે એક ઘર અને બે કાર છે.
પ્રથમ ટપ્પુ ઉર્ફે ભવ્ય ગાંધી
ઉંમર: 26 વર્ષ
ભવ્ય ગાંધીએ ઘણાં વર્ષો સુધી શોમાં ‘છોટે ટપ્પુ’ના રોલમાં કામ કર્યું હતું. જોકે તેની કારકિર્દીને ધ્યાનમાં રાખીને તેણે 2017માં શો છોડી દીધો. વર્ષ 2012માં ભવ્યએ ઓડી કાર ખરીદી હતી. ભવ્ય હાલમાં ગુજરાતી ફિલ્મોમાં કામ કરે છે.
ગોલી ઉર્ફે કુશ શાહ
ઉંમર: 25 વર્ષ
કુશ શરૂઆતથી જ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો ભાગ રહ્યો છે. તેને આ શોમાં કામ કર્યાંને 15 વર્ષ થઈ ગયાં છે. એવું માનવામાં આવે છે કે કુશ તેની સંપૂર્ણ કમાણી તેના અભ્યાસમાં રોકાણ કરવા માગે છે. તેની ઈચ્છા અમેરિકામાં બિઝનેસનો અભ્યાસ પૂર્ણ કરવાની છે.