34 મિનિટ પેહલા
- કૉપી લિંક
9 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી શાહિદ કપૂર અને ક્રિતી સેનનની ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’એ ભારતીય બોક્સ ઓફિસ પર 50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે જ બીજા શનિવારે ફિલ્મે 4 કરોડ 75 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ સાથે તેનું કુલ કલેક્શન હવે 52 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. આ પહેલા ફિલ્મે પહેલા વીકેન્ડ પર 44 કરોડ 35 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. બીજા શુક્રવારે 2 કરોડ 85 લાખ રૂપિયાની કમાણી કરી હતી.
આ ફિલ્મે એકલા ઉત્તર અમેરિકામાં 1.6 મિલિયન રૂપિયાનું કલેક્શન કર્યું છે
ફિલ્મનું ગ્લોબલ કલેક્શન 100 કરોડની નજીક પહોંચી ગયું છે
જ્યારે TBMAUJ એ 9 દિવસમાં ગ્લોબલ લેવલ ઉપર રૂ. 89.61 કરોડનો બિઝનેસ કર્યો હતો. દસમા દિવસે તેનું કલેક્શન 95 કરોડ રૂપિયાની નજીક પહોંચી ગયું છે. આ ફિલ્મે માત્ર ઉત્તર અમેરિકામાં જ 1.6 મિલિયનનો બિઝનેસ કર્યો છે.
આ ફિલ્મમાં શાહિદ અને ક્રિતી ઉપરાંત ધર્મેન્દ્ર, ડિમ્પલ કાપડિયા અને રાકેશ બેદી જેવા કલાકારો પણ જોવા મળશે.
સિંગર ગુરુ રંધાવાએ ફિલ્મ ‘કુછ ખટ્ટા હો જાયે’થી પોતાના અભિનયની શરૂઆત કરી છે
બીજા દિવસે ‘કુછ ખટ્ટા હો જાયે’ની કમાણીમાં વધારો થયો
બીજી તરફ, શુક્રવારે રિલીઝ થયેલી ગુરુ રંધાવાની અભિનયની ડેબ્યૂ ફિલ્મ ‘કુછ ખટ્ટા હો જાયે’ એ પહેલા દિવસ કરતાં બીજા દિવસે સારો બિઝનેસ કર્યો છે. જ્યારે શરૂઆતના દિવસે માત્ર 25 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું હતું, જ્યારે બીજા દિવસે તેણે 44 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. હવે તેનું કુલ કલેક્શન 69 લાખ રૂપિયા થઈ ગયું છે.
ફિલ્મમાં ગુરુની સાથે સાઈ માંજરેકર છે. આ સિવાય અનુપમ ખેર, ઇલા અરુણ અને અતુલ શ્રીવાસ્તવ જેવા કલાકારો પણ તેમાં જોવા મળે છે.
‘લાલ સલામ’એ 39 લાખની કમાણી કરી હતી
9માં દિવસે રજનીકાંતની ફિલ્મ ‘લાલ સલામ’ના કલેક્શનમાં પણ ગ્રોથ જોવા મળ્યો હતો. તેના બીજા શનિવારે ફિલ્મે 39 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. હવે તેનું કુલ કલેક્શન 15 કરોડ 79 લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે.
‘લાલ સલામ’ ફિલ્મમાં રજનીકાંતનો કેમિયો છે
‘ઈગલ’એ 52 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો
રવિ તેજા સ્ટારર ‘ઈગલ’ એ તેના બીજા શનિવારે 52 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો. હવે આ ફિલ્મનું કુલ કલેક્શન 22 કરોડ 74 લાખ રૂપિયા થઈ ગયું છે.