9 કલાક પેહલા
- કૉપી લિંક
તેલુગુ એક્ટર અને રાજકારણી નંદમુરી બાલકૃષ્ણ તાજેતરમાં હાલમાં તેલુગુ ફિલ્મ ‘ગેંગ્સ ઓફ ગોદાવરી’ની પ્રી-રિલીઝ ઈવેન્ટમાં હાજરી આપી હતી.
આ ઇવેન્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં તે ફિલ્મની એક્ટ્રેસ અંજલિને સ્ટેજ પર ધક્કો મારતો જોવા મળી રહ્યા છે.

બાલકૃષ્ણ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા
અભિનેત્રી વાતને સાંભળી ન શકી તો ધક્કો માર્યો
વીડિયોમાં જ્યારે બાલકૃષ્ણ સ્ટેજ પર પહોંચ્યા ત્યારે તેમણે નજીકમાં ઊભેલી એક્ટ્રેસ અંજલિને થોડી જગ્યા બનાવવા કહ્યું. જ્યારે એક્ટ્રેસે આ સાંભળ્યું નહીં તો તો બાલકૃષ્ણે તેને ધક્કો માર્યો.
જો કે, એક્ટ્રેસે આ બાબતને સ્ટેજ પર મજાકમાં લીધી અને પરિસ્થિતિને સંભાળી બાદમાં હસવા લાગી હતી. બાદમાં બાલકૃષ્ણ પણ તેને હાઈ-ફાઈવ આપતા જોવા મળ્યા હતા, પરંતુ સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ બાલકૃષ્ણને તેના વલણ માટે ટ્રોલ કરી રહ્યા છે.

અંજલિએ અગાઉ બાલકૃષ્ણ સાથે કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે. એવું માનવામાં આવે છે કે એક્ટ્રેસ સાથે સારું બોન્ડિંગ છે

સોશિયલ મીડિયા પર યુઝર્સ એક્ટરને કંઈક આ રીતે ટ્રોલ કરી રહ્યા છે
હંસલ મહેતાએ કહ્યું – ખરાબ વ્યક્તિ
આ દરમિયાન બોલિવૂડ ફિલ્મમેકર હંસલ મહેતાએ પણ બાલકૃષ્ણને ખરાબ કહ્યા હતા. સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરતાં તેમણે પૂછ્યું છે કે, ‘આ ખરાબ વ્યક્તિ કોણ છે?’
આ જવાબમાં જ્યારે એક યુઝરે તેને જવાબ આપ્યો કે તે સાઉથ ઈન્ડસ્ટ્રીનો બહુ મોટો એક્ટર છે તો હંસલે ફરીથી તેને જવાબ આપ્યો અને લખ્યું- ‘Bad X 100’

હંસલ મહેતાએ આ વીડિયો શેર કરતા ટ્વીટ કર્યું છે

એક યૂઝરને જવાબ આપતા હંસલે બીજું ટ્વિટ કર્યું
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર નથી જ્યારે બાલકૃષ્ણે કોઈ ઈવેન્ટમાં ગુસ્સો દર્શાવ્યો હોય. આ પહેલા પણ તે ક્યારેક પોતાના આસિસ્ટન્ટ ડિરેક્ટરને મારવાને કારણે તો ક્યારેક પ્રોડ્યુસરને મારવાને કારણે ચર્ચામાં રહ્યો છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં ફિલ્મ ‘અખંડા 2’માં જોવા મળી શકે છે.