મુંબઈ17 મિનિટ પેહલા
- કૉપી લિંક
દિવંગત અભિનેતા ઋષિ કપૂરે હંમેશા પોતાના કામથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે. એક સમય એવો હતો કે, જ્યારે તેમનો પુત્ર રણબીર કપૂર ફેમસ થઇ ગયો અને પ્રોડ્યુસરો તેનો સંપર્ક કરી શકતા નહિ ત્યારે બધા ઋષિ કપૂરને ફોન કરતા. આવી સ્થિતિમાં, સિનિયર અભિનેતા ગુસ્સામાં કહેતા હતા કે, ‘હું તેનો પિતા છું, સેક્રેટરી નહીં’.
‘આપ કી અદાલત’ શૉમાં ઋષિ કપૂરને પૂછવામાં આવ્યું હતું કે, લોકો જ્યારે તમને રણબીર વિશે પૂછે છે તો તમને ગુસ્સો આવે છે? તેના પર અભિનેતાએ કહ્યું હતું કે, ના, તે મારા માટે ગર્વની વાત છે.પણ હા, મને ખૂબ જ દુઃખ થાય છે કે કેટલાક પ્રોડ્યુસર અને ડાયરેક્ટર મને ફોન કરે છે અને તેમને પરિચય આપવા માટેનું કહે છે. તેથી હું તેમને ચોક્કસ કહું છું કે, હું રણબીરનો પિતા છું, સેક્રેટરી નથી. જો તમે તેને ફિલ્મમાં કાસ્ટ કરવા માંગો છો તો તેને સ્ટોરી કહો, મને સ્ટોરી સંભળાવીને તમે શું કરશો.
પિતા પુત્રની જોડી
જો તેણે મારુ સાંભળ્યું હોત તો ક્યારેય બર્ફી ન કરી હોત: ઋષિ કપૂર
ઋષિ કપૂરે વધુમાં કહ્યું કે, જો હું રણબીર માટે નિર્ણયો લેતો હોત તો હું તેને ક્યારેય બર્ફી ન કરવા દેત. મેં વિચાર્યું, આ શું ફિલ્મ છે, તમે મૂંગા અને બહેરા વ્યક્તિનું ફિલ્મ કેવી રીતે બનાવી શકો. તો મારો નિર્ણય આ પેઢી માટે એકદમ ખોટો સાબિત થયો. આજની પેઢીની વિચારસરણી સાવ અલગ છે. મારી પેઢીની વિચારસરણી અલગ છે. તેથી હું કહેતો હતો કે, જો તમે પોતે જ પડશો, તમારી ફિલ્મો નહીં ચાલે, તો તમે તમારા સંઘર્ષથી તમારી પોતાની એક બેંક બનાવશો.
ઋષિ કપૂરનો પરિવાર
ઋષિ કપૂરે 1980માં નીતુ સિંહ સાથે લગ્ન કર્યા હતા, જેનાથી તેમને બે બાળકો રિદ્ધિમા કપૂર અને રણબીર કપૂર છે. વર્ષ 2020 માં, 67 વર્ષના ઋષિ કપૂરનું લ્યુકેમિયાથી અવસાન થયું. દિવંગત અભિનેતા 50 વર્ષ સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કર્યું.