39 મિનિટ પેહલા
- કૉપી લિંક
એક રશિયન એક્ટ્રેસનો એક ખૌફનાક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. રશિયન એક્ટ્રેસ આરામથી બેસીને યોગ કરી રહી હતી અને ત્યારે જ ભયાનક મોજાની લહેર આવી અને તે તણાઈ ગઈ. આ વીડિયો સામે આવતાં જ વાઈરલ થઈ ગયો હતો. 24 વર્ષની કમિલા બેલ્યાત્સ્કાયા નામની એક્ટ્રેસ થાઈલેન્ડની યાત્રા દરમિયાન કોહ સમુઈના ખડકો પર યોગ કરતી વખતે મોજાની ઝપેટમાં આવી અને તેનું મૃત્યુ થયું.
રશિયન એક્ટ્રેસ મૃત્યુ પહેલાં કરી હતી પોસ્ટ અગાઉ સોશિયલ મીડિયા પર તેણે આ જગ્યાની સુંદરતા દર્શાવતી પોસ્ટ કરી હતી અને લખ્યું હતું, સેમુઈ મારું ફેવરીટ પેલેસ છે. પરંતુ આ જગ્યા પરના ખડકો અને બીચ મેં મારા જીવનમાં જોયેલી બેસ્ટ વસ્તુ છે.
ખૌફનાક દ્રશ્ય કેમેરામાં કેદ થયા અહેવાલો અનુસાર, રશિયન એક્ટ્રેસ કામિલા બેલ્યાત્સ્કાયા થાઇલેન્ડના એક બીચ પર યોગ કરી રહી હતી. આ સમયે દરિયાઈ મોજું આવે છે અને ભયાનક મોજાની ઝપેટમાં તે આવી જાય છે. આ સમગ્ર ધટનાનાં ખૌફનાક દ્રશ્ય કેમેરામાં કેપ્ચર થયાં હતાં. અકસ્માત જોનાર એક વ્યક્તિ તેને બચાવવા પાણીમાં કૂદી પડયો હતો પરંતુ તે બચાવી શકયો નહીં. ઈમરજન્સી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ તેને બચાવી શકી ન હતી. બાદમાં જ્યાંથી ઘટના બની હતી ત્યાંથી લગભગ ચાર કિલોમીટર દૂર તેનો મૃતદેહ મળી આવ્યો હતો.