3 મિનિટ પેહલા
- કૉપી લિંક
મિર્ઝાપુર વેબ સિરીઝનું ફિલ્મ વર્ઝન રિલીઝ થઈ રહ્યું છે, આ સમાચાર અગાઉ આવી ચૂક્યા છે પણ હવે દર્શકો એ જાણવા માટે ઉત્સુક છે કે તેઓને થિયેટરમાં શું જોવા મળશે. શું તે એ જ જૂની વાર્તા હશે અથવા તેમાં કેટલાક ફેરફારો હશે. ત્યારે હવે વેબ સિરીઝના ગુડ્ડુ ભૈયા એટલે કે અલી ફઝલે કેટલાક સંકેતો આપ્યા છે. જેના કારણે એવી અટકળો વહેતી થઈ છે કે આ ફિલ્મ પ્રિક્વલ પણ હોઈ શકે છે.
થિયેટર રિલીઝ માટે રોમાંચિત છે સ્ટારકાસ્ટ
હોલીવુડ રિપોર્ટર ઈન્ડિયા સાથે વાત કરતા અલીએ કહ્યું, ‘અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. તેમાં OG (મૂળ) કાસ્ટ હશે. અમે પાછા જઈશું, મને લાગે છે કે અગાઉનો સમય બતાવવામાં આવશે. જ્યારે અલીને પૂછવામાં આવ્યું કે શું મિર્ઝાપુર પ્રીક્વલ હશે. આના પર તેણે કહ્યું, ‘તને ખબર પડી જશે. પરંતુ અમે તેને થિયેટરમાં લાવવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ.
<
2026માં રિલીઝ થશે ફિલ્મ
‘મિર્ઝાપુર’ ફિલ્મ વર્ષ 2026માં રિલીઝ થશે. તેમાં પંકજ ત્રિપાઠી (કાલીન ભૈયા), અલી ફઝલ (ગુડ્ડુ પંડિત) અને દિવ્યેન્દુ (મુન્ના ભૈયા) અભિનય કરશે. તેની સાથે અભિષેક બેનર્જી પણ હશે જેણે સિરીઝમાં કમ્પાઉન્ડરની ભૂમિકા ભજવી હતી. તમને જણાવી દઈએ કે મિર્ઝાપુર વેબ સિરીઝની 3 સિઝન આવી ચૂકી છે. તેની ત્રીજી સીઝન જુલાઈ 2024માં રિલીઝ થઈ હતી.