અમુક પળો પેહલા
- કૉપી લિંક
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ ગુરુચરણ સિંહ આ દિવસોમાં ઘણી સમસ્યાઓથી ઘેરાયેલા છે. એવું પણ જાણવા મળ્યું હતું કે તે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યો હતો. તેણે ઘણા સમયથી ખાવા-પીવાનું છોડી દીધું હતું. પરંતુ હવે તેમની તબિયત ખૂબ જ સારી છે અને તેને નવા પ્રોજેક્ટ્સ પર કામ પણ ચાલુ કરી દીધુ છે. TMKOCના રોશન સિંહ સોઢી એટલે કે ગુરચરણ સિંહને સિંગર મીકા સિંહનો સ્પોર્ટ મળ્યો છે. એક્ટરે સિંગર સાથેનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં બંને ભાંગડાના તાલ પર ઝૂમતા જોવા મળે છે.
મિકા સિંહ સાથે ગુરચરણ સિંહે કર્યા ભાંગડા ગુરચરણ સિંહે આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આમાં, ગુરુચરણ મિકા સિંહને મળવા પહોંચે છે અને ત્યાં તેનું પંજાબી સ્વેગ સાથે સ્વાગત કરવામાં આવે છે. પાછળથી ઢોલ પર ભાંગડાનો તાલ સંભળાય રહ્યો અને વીડિયોમાં એક્ટર મિકા સિંહ સાથે ભાંગડા પણ કરતો જોવા મળે છે. ગુરુચરણ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો છે, ચાહકોને સિંગરનો પરિચય કરાવતી વખતે તે કહે છે, ‘કિંગ ઓફ કિંગ્સ મીકા સિંહ.’ વીડિયોમાં આગળ મિકા સિંહ કહે છે, ‘સોઢી સાહેબ, તમારું ફરી સ્વાગત છે.’ સિંઘ આર ઓવેયઝ કિંગ. હવે તમારો વારો છે. અમે બધા તમારા માટે ખૂબ ખુશ છીએ.
તાજેતરમાં ગુરુચરણે ખાવા-પીવાનું છોડી દીધું હતું તાજેતરમાં, ગુરચરણ સિંહના નજીકના મિત્ર ભક્તિ સોનીએ ખુલાસો કર્યો હતો કે મે 2024માં ઘરે પાછા ફર્યા ત્યારથી એક્ટરની તબિયત સારી નથી. તેને ખાવા-પીવાનું છોડી દીધું હતું. ગુરુચરણે હોસ્પિટલનો એક વીડિયો પણ ફેન્સ સાથે શેર કર્યો હતો, જેમાં તેણે ડોક્ટરના રિપોર્ટ વિશે માહિતી આપી હતી.
એક્ટરની ફ્રેન્ડે બ્રાન્ડ ડીલ અપાવી હતી એક ઈન્ટરવ્યૂમાં ભક્તિ સોનીએ કહ્યું, મેં ગુરુચરણ સિંહ માટે ₹13 લાખની બ્રાન્ડ ડીલ અપાવી હતી. તેનાથી તેની હિંમત વધી છે. તેણે ઉપવાસ તોડવાનો પણ નિર્ણય કર્યો હતો. આગળ એક્ટરની ફ્રેન્ડે કહ્યું કે, મારા એક મિત્રએ મને આ ડીલ કરવામાં મદદ કરી. અમારો પ્રયાસ એ સુનિશ્ચિત કરવાનો હતો કે ગુરુચરણને સારી ડીલ મળે અને બને તેટલી વહેલી તકે કામ પર પાછા ફરે.
ગુમ થયા બાદ 25 દિવસે ઘરે પરત ફર્યો હતો નોંધનીય છે કે ગયા વર્ષે મે મહિનામાં ગુરુચરણ સિંહ અચાનક ગુમ થઈ ગયો હતો. ઘણા દિવસો સુધી તેનો કોઈ પત્તો ન લાગતાં તેના પિતાએ પોલીસ સ્ટેશનમાં પુત્રના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ તેમને શોધવાના પૂરા પ્રયાસો કર્યા હતા. આ પછી તે પોતે લગભગ 25 દિવસ પછી ઘરે પાછો ફર્યો હતો.
ગાયબ કેમ થયા? 22 એપ્રિલે ગુરુચરણ દિલ્હીથી મુંબઈ ફ્લાઇટમાં આવવાનો હતો, જોકે તે મુંબઈ આવવાને બદલે ક્યાંક ગાયબ થઈ ગયો. આ અંગે જ્યારે સવાલ કરવામાં આવ્યો તો એક્ટરે સૌ પહેલા પેરેન્ટ્સ, મીડિયા તથા ચાહકોની માફી માગતાં કહ્યું હતું, ‘મારા આ વર્તનને કારણે માત્ર મારા પેરેન્ટ્સ જ નહીં, ચાહકોને પણ ઘણી જ તકલીફ ને દુઃખ પહોંચ્યું. મને અંદાજ નહોતો કે આટલું બધું થઈ જશે. મમ્મી-પપ્પા વિશે એવું હતું કે મારા બીજા બે ભાઈઓ તથા બહેન છે તો તેઓ સંભાળી લેશે.’