48 મિનિટ પેહલા
- કૉપી લિંક
તાજેતરમાં, જાહ્નવી કપૂરે ચેન્નાઈમાં શ્રીદેવીના બંગલાને રિનોવેશન કરાવી તેને ભાડે આપવાનું શરૂ કર્યું હતું. હવે એ જ રીતે અજય દેવગન અને કાજોલે પણ ગોવામાં પોતાની લક્ઝરી પ્રોપર્ટી ભાડે આપી છે.
આ કપલના વિલાનું નામ એટર્ના છે અને અહીં એક રાત રોકાવા માટે તમારે માત્ર 50 હજાર રૂપિયા ચૂકવવા પડશે.
ગોવામાં અજય-કાજોલના આ બંગલાનું નામ એટર્ના છે.
તેનું ઈન્ટિરિયર પોર્ટુગીઝ થીમ પર બનાવવામાં આવ્યું છે.
પાંચ બેડરૂમ વિલામાં પર્સનલ સ્વિમિંગ પૂલ પણ છે આ વિલામાં પાંચ બેડરૂમ અને એક પર્સનલ સ્વિમિંગ પૂલ છે. વિલાના મેન બેડરૂમ બહાર પોતાનો ખાનગી બગીચો છે અને વોટર વોલ ફાઉન્ટેન છે. અજય અને કાજોલ પોતે અવારનવાર અહીં આવીને રહે છે. કપલે તેમના વિલાના લિવિંગ રૂમને વોલ પેઈન્ટિંગ્સ અને સ્ટેચ્યુથી સજાવ્યો છે. પોર્ટુગીઝ શૈલીમાં બનેલા આ વિલામાં ઘણી આધુનિક સુવિધાઓ છે.
અજય-કાજોલના વિલાની અંદરની કેટલીક તસવીરો.
અહીં 100 વર્ષ જૂનો કૂવો જોવા મળશે આ વિલામાં સો વર્ષ જૂનો કૂવો પણ છે જેનું તાજેતરમાં જ દંપતીએ રિનોવેશન કર્યું છે. માસ્ટર બેડરૂમમાં સુંદર લાકડામાંથી બનેલો પલંગ છે. એક આલીશાન ત્રણ સીટર સોફા અને સાઇડ ટેબલ પણ છે. આ બધા સિવાય વિલામાં પાંચ બાથરૂમ અને ચાર કાર પાર્કિંગની જગ્યા છે. અહીં તમારી પસંદનું ખાવાનું ફેમસ શેફ દ્વારા પણ બનાવી આપવામાં આવશે.
હાલમાં જ જાહ્નવી કપૂરે ચેન્નાઈમાં પોતાનો બંગલો પણ ભાડે આપ્યો છે.