2 કલાક પેહલા
- કૉપી લિંક
અમિતાભ બચ્ચને ફરી એક બ્લોગ પોસ્ટ કરી ફેન્સને ચિંતામાં મૂક્યા છે. બિગ બી હવે 82 વર્ષના છે તાજેતરમાં તેમને ખુલાસો કર્યો છે કે તેમની વધતી ઉંમરની અસર વર્તાવા લાગી છે. તેમણે પોતાના બ્લોગમાં લખ્યું કે ક્યારેક તે પોતાનો ડાયલોગ બોલતાં-બોલતાં ભૂલી જાય છે અને પછી ડિરેક્ટર તેમને રિટેલ કરવાનું કહે છે. ‘વધતી ઉંમરની અસર વર્તાવા લાગી છે’ અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું છે કે, ’મીટિંગ્સ, મીટિંગ્સ અને મીટિંગ્સ… આવનારા કામ માટે અને ચાલી રહેલા કામ માટે પણ. આ એક મોટો પડકાર બની જાય છે. પડકાર એ છે કે કયો પ્રોજેક્ટ હાથમાં લેવો અને કયો પ્રેમથી નકારવો. મુદ્દો એ છે કે ચર્ચા આખરે ફિલ્મ ઉદ્યોગ, તેની કાર્ય સંસ્કૃતિ અને તેની પરિસ્થિતિ વિશે વાત કરીને સમાપ્ત થાય છે. હું આમાંના કોઈ વિશે વાત કરી શકતો નથી.

આગળ લખ્યું કે, ચિંતા હંમેશા એ રહી છે કે મને કયું કામ મળી રહ્યું છે અને હું તે યોગ્ય રીતે કરી શકીશ કે નહીં. આગળ શું થશે તે મારા માટે એક અગમ્ય અસ્પષ્ટતા છે. પ્રોડક્શન , કોસ્ટ, માર્કેટિંગ અને બધું ખૂબ જ અસ્પષ્ટ છે, જે મને સમજાતું નથી. અને જેમ જેમ તમારી ઉંમર વધે છે, તેમ તેમ માત્ર લાઈનો યાદ રાખવી જ મુશ્કેલ નથી પણ બધી ઉંમર સંબંધિત બાબતો છે જેને અનુસરવાની જરૂર હોય છે. પછી જ્યારે તમે ઘરે આવો છો ત્યારે તમને ખ્યાલ આવે છે કે તમે ઘણી ભૂલો કરી છે. હવે તેમને કેવી રીતે સુધારવું, પછી તેઓ મોડી રાત્રે ડિરેક્ટરને ફોન કરી અને કહે છે કે મને ભૂલ સુધારવા માટે વધુ એક તક આપો.

લગભગ એક મહિના પહેલા જ ‘બિગ બી’ આ પ્રકારની જ એક પોસ્ટ કરી હતી, જેને જોઈ ચાહકો ચિંતિત થઈ ગયા હતા. જેમાં તેમણે લખ્યું હતું કે- ‘જવાનો સમય આવી ગયો છે’. તેમણે આ સાથે બીજું કંઈ લખ્યું નથી. તેમણે કયા સંદર્ભમાં પોસ્ટ કરી હતી એનો પણ ઉલ્લેખ કર્યો નથી કે ન તો તેમણે કોઈ ફિલ્મ કે સ્થાનનો ઉલ્લેખ કર્યો હતો. અમિતાભ બચ્ચનની પોસ્ટ આવતાંની સાથે જ તેમના ચિંતિત ચાહકોએ ઘણા પ્રશ્નો પૂછવાનું શરૂ કરી દીધું. એક તરફ ઘણા ચાહકો પૂછી રહ્યા છે કે ‘તેઓ ક્યાં જવાની વાત કરી રહ્યા છે?,’ તો બીજી તરફ એક ચાહકે ગભરાટમાં લખ્યું, ‘ભાઈ… આવી વાતો ના કરો’. બીજા એક ચાહકે લખ્યું, ‘મને આશ્ચર્ય થાય છે કે એવું શું થયું કે તમે અચાનક બોલી ગયા’. ક્યારેક વ્યક્તિને કોઈ વિચિત્ર વિચાર આવે છે અને જીભ અને કલમ બોલી ઊઠે છે. ભલે, ગમે તે થાય, આપણી આત્મશક્તિ ખૂબ જ મજબૂત છે.’

‘કૌન બનેગા કરોડપતિ’ શોએ 25 વર્ષ પૂર્ણ કર્યા આ દિવસોમાં ‘બિગ બી’ ‘કૌન બનેગા કરોડપતિ 16’માં જોવા મળી રહ્યા છે. તાજેતરમાં આ શોએ 25 વર્ષ પૂર્ણ કર્યા. આ ખાસ પ્રસંગે, અગાઉની બધી સીઝનના વિજેતાઓને હોટ સીટ પર આમંત્રિત કરવામાં આવ્યા છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે શોમાં આવ્યા પછી તેમનું જીવન કેટલું બદલાઈ ગયું છે.

‘કૌન બનેગા કરોડપતિ’ શોની પહેલી સીઝન 2000-01માં આવી હતી.
બિગ બીનું વર્કફ્રન્ટ નોંધનીય છે કે આ દિવસોમાં બિગ બી ‘કૌન બનેગા કરોડપતિ સિઝન16’ માં જોવા મળી રહ્યા છે. તાજેતરમાં આ શોએ 25 વર્ષ પૂર્ણ કર્યાં. આ ખાસ પ્રસંગે અગાઉની બધી સિઝનના વિજેતાઓને હોટ સીટ પર આમંત્રિત કરવામાં આવ્યા છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે શોમાં આવ્યા પછી તેમનું જીવન કેટલું બદલાઈ ગયું છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો… આગામી સમયમાં અમિતાભ બચ્ચન ‘બ્રહ્માસ્ત્ર 2: દેવ અને રામાયણ’ જેવી મોટી ફિલ્મોમાં જોવા મળશે. તેઓ છેલ્લે ફિલ્મ ‘કલ્કિ 2898AD’માં જોવા મળ્યા હતા.