27 મિનિટ પેહલા
- કૉપી લિંક
સાઉથના સુપરસ્ટાર પ્રભાસની આગામી ફિલ્મ ‘સાલાર પાર્ટ 1- સીઝફાયર’ આ દિવસોમાં ચર્ચામાં છે. આ ફિલ્મ 22 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં સાઉથ એક્ટ્રેસ શ્રિયા રેડ્ડી પણ મહત્વના રોલમાં જોવા મળશે. શ્રિયા પૂર્વ ભારતીય ક્રિકેટર ભરત રેડ્ડીની પુત્રી છે. ભરત રેડ્ડી મુખ્યત્વે વિકેટ કીપર હતા. વિકેટ કીપિંગની સાથે તેમણે ઘણી વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચોમાં પણ બેટિંગ કરી હતી. તાજેતરમાં જ શ્રિયાએ ફિલ્મ ‘સાલાર’ની સરખામણી ‘ગેમ ઓફ થ્રોન્સ’ સાથે કરી હતી.
કોણ છે શ્રિયા રેડ્ડી?
શ્રિયા મુખ્યત્વે તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં કામ કરે છે. અભિનય કરતા પહેલા, તે વિડિયો જોકી રહી ચુકી છે. શ્રિયાએ 2002માં રિલીઝ થયેલી તમિલ ફિલ્મ ‘સુરમાઈ’થી ડેબ્યૂ કર્યું હતું. શ્રિયા જ્યારે સ્કૂલમાં ભણતી હતી ત્યારે તેને મોડલિંગની ઓફર મળી હતી. પરંતુ તેના પિતા ઈચ્છતા હતા કે શ્રિયા તેના અભ્યાસમાં ધ્યાન આપે.
શ્રિયા પૂર્વ ભારતીય ક્રિકેટર ભરત રેડ્ડીની પુત્રી છે.
થોડા સમય પછી, એક લીડ મ્યુઝિક ચેનલે અભિનેત્રીને વીજે (વીડિયો જોકી)ની નોકરીની ઓફર કરી. આ વખતે શ્રિયાએ તેના પિતાને સમજાવ્યા અને ઓફર સ્વીકારી લીધી. આ શ્રિયાની કારકિર્દી માટે સારું સાબિત થયું. તે વીજે શ્રિયા તરીકે લોકપ્રિય બની હતી. જોકે, શ્રિયાના માતા-પિતા ઈચ્છતા ન હતા કે તેમની પુત્રી અભિનયની દુનિયામાં આવે. પરંતુ શ્રિયાએ હાર ન માની અને આખરે તેની અભિનય કારકિર્દી શરૂ કરી. તેણે પહેલી ફિલ્મ ‘સુરમાઈ’માં કેમિયો કર્યો હતો. બીજી ફિલ્મ ફ્લોપ થવાને કારણે શ્રિયાએ એક વર્ષ સુધી કોઈ ફિલ્મ કરી ન હતી. ત્યારબાદ 2004માં રિલીઝ થયેલી ફિલ્મ ‘બ્લેક’ શ્રિયા માટે સારી સાબિત થઈ. આ પછી તેની ફિલ્મી સફરને વેગ મળ્યો.
લગ્ન પછી 8 વર્ષનો બ્રેક લીધો
2006માં રિલીઝ થયેલી શ્રિયાની ફિલ્મ ‘વેઇલ’ અને 2008માં આવેલી ફિલ્મ ‘કાંચીવરમ’ને નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. આ પછી વર્ષ 2008માં શ્રિયાએ એક્ટર અને પ્રોડ્યુસર વિક્રમ કૃષ્ણા સાથે લગ્ન કર્યા. વિક્રમ કૃષ્ણ પીઢ ફિલ્મ નિર્માતા જીકે રેડ્ડીના પુત્ર છે. લગ્ન પછી, શ્રિયાએ લગભગ 8 વર્ષનો બ્રેક લીધો અને પછી 2018 માં રીલિઝ થયેલી તમિલ ફિલ્મ ‘અંદાવ કૈનમ’ સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પાછી ફરી.
શ્રિયા રેડ્ડી અને ‘સાલાર’ના ડિરેક્ટર પ્રશાંત નીલ.
‘સાલાર’ દર્શકોના હોશ ઉડાવી દેશે
શ્રિયા રેડ્ડીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન આગામી ફિલ્મ ‘સાલાર’ વિશે વાત કરી હતી. તેણે કહ્યું- ‘સાલાર’ ખૂબ જ રોમાંચક ફિલ્મ છે જે દર્શકોના હોશ ઉડાવી દેશે. આ ફિલ્મની દુનિયા અદભૂત અને તદ્દન નવી છે. આ ફિલ્મ ‘ગેમ ઓફ થ્રોન્સ’થી ઓછી નથી. શ્રિયાએ ફિલ્મમાં તેના પાત્રને ખૂબ જ મજબૂત અને શક્તિશાળી ગણાવ્યું હતું.
‘સાલર’ 22 ડિસેમ્બરે દેશભરમાં 5 ભાષાઓમાં રિલીઝ થશે.
‘સાલાર’ બે મિત્રો વચ્ચેની દુશ્મનીની વાર્તા છે.
સાઉથના સુપરસ્ટાર પ્રભાસની ‘સાલાર’ એક એક્શન-ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં ઘણી બધી એક્શનની સાથે ઈમોશન પણ જોવા મળશે. ફિલ્મની વાર્તા બે મિત્રો વચ્ચેની કડવી દુશ્મનાવટની આસપાસ વણાયેલી છે. ફિલ્મમાં પૃથ્વીસુકુમારન, શ્રુતિ હાસન, જગપતિ બાબુ, શ્રિયા રેડ્ડી અને ટીનુ આનંદ પણ જોવા મળશે. ‘KGF’, ‘KGF-2′ જેવી ફિલ્મો બનાવી ચૂકેલા પ્રશાંત નીલ તેના નિર્દેશક છે.’સાલાર’ 22 ડિસેમ્બરે દેશભરની 5 ભાષાઓમાં રિલીઝ થશે. તેની ટક્કર 21મી ડિસેમ્બરે રિલીઝ થનારી શાહરૂખ ખાન સ્ટારર ‘ડંકી’ સાથે થશે.