18 મિનિટ પેહલા
- કૉપી લિંક
પંજાબી સિંગર અને ફેમસ એક્ટર દિલજીત દોસાંઝ ટૂંક સમયમાં ભારતમાં ‘દિલ-લુમિનેટી ટૂર’ કરવા જઈ રહ્યો છે. ગુરુવારે ગાયકના કોન્સર્ટની તમામ ટિકિટો થોડીવારમાં વેચાઈ ગઈ હતી. હવે આ અંગે મુંબઈની કોમેડિયન અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સૌમ્યા સાહનીની પ્રતિક્રિયા સામે આવી છે. સૌમ્યાએ કહ્યું કે ‘દિલજીત દોસાંજને તેના ચાહકો પાસેથી આટલી ફી લેવાનો કોઈ અધિકાર નથી. તેના ઘણા ચાહકો એવા છે જેમની પાસે પૈસા નથી અથવા તો બેરોજગાર છે.’

ઈન્ફ્લુએન્સર સૌમ્યા સાહનીએ ગુરુવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે કહ્યું કે મને પછીથી આ વાતનો અફસોસ થઈ શકે છે, પરંતુ મારે કહેવું જ જોઇએ કે કોઈ ભારતીય કલાકાર જ્યારે છ શહેરોમાં પરફોર્મન્સ કરે છે ત્યારે તેને 20-25 હજાર રૂપિયા લેવાનો કોઈ અધિકાર નથી. તે ત્રણ સેટ પ્લે કરી શકે છે કારણ કે તેના મુખ્ય પ્રેક્ષકો પાસે પૈસા નથી, નોકરીઓ નથી, તેમની પાસે જે પોતાના દેશ માટે દેશની ભાષમાં મનોરંજન કરાવે તેવા કલાકારોનું એક સીમિત માધ્યમ છે.

સૌમ્યાએ વધુમાં કહ્યું કે, “મારા માટે એ ખૂબ જ વિચિત્ર છે કે એક કલાકાર જેની કોન્સર્ટમાં બાળકો પણ જોવા જઈ શકતા હતા, તેને એક મધ્યમ વર્ગીય પરિવાર જોઈ શકતો હતો. તેઓ વિદેશમાં એટલા પૈસા કમાય છે કે તેઓ દેશ માટે તે આમાં થોડી રાહત આપી શકે. આટલી રકમ બહારના કલાકારને સેટઅપ માટે જોઈએ છે, ‘કોન્સર્ટ માટે 15 હજાર રૂપિયા????આ દેશમાં?”
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, દિલજીત ટૂંક સમયમાં આલિયા ભટ્ટની ફિલ્મ ‘જિગરા’માં જોવા મળી શકે છે. આલિયાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દિલજીત દોસાંજ સાથેનો એક ફોટો શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું – ખુરશીઓ બધું કહી રહી છે. તમને જણાવી દઈએ કે, આલિયા અને દિલજીતે 8 વર્ષ પછી ‘જીગરા’ ફિલ્મ દ્વારા હાથ મિલાવ્યા છે. આ પહેલા તેઓએ 2016માં આવેલી ફિલ્મ ‘ઉડતા પંજાબ’માં સાથે કામ કર્યું હતું.