58 મિનિટ પેહલાલેખક: કિરણ જૈન
- કૉપી લિંક
અભિનેતા શગુન પાંડે અને શ્રુતિ ચૌધરી તાજેતરમાં જ તેમના શો ‘મેરા બલમ થાનેદાર’ના પ્રમોશન માટે જયપુર પહોંચ્યા હતા. શોની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બંને કલાકારોએ શાનદાર એન્ટ્રી કરી હતી. એક તરફ શગુને રાજસ્થાની ઢોલ સાથે એન્ટ્રી કરી, તો શ્રુતિએ તેના ઘૂમર ડાન્સથી બધાને પ્રભાવિત કર્યા. એટલું જ નહીં, બંનેએ જયપુરના પ્રસિદ્ધ ‘હવા મહેલ’ની મુલાકાત લીધી.
આ શોની વાર્તા વહેલા લગ્નની થીમ પર આધારિત છે. દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીત દરમિયાન શ્રુતિ કહે છે, ‘મેં મારા હોમટાઉન બિહારથી લઈને ઘણા નાના શહેરોમાં જોયું છે કે છોકરીઓના લગ્ન નાની ઉંમરમાં જ થઈ જાય છે. મેં એ છોકરીઓની પીડા જોઈ છે. તે છોકરીઓને જીવન વિશે કંઈ ખબર નથી, તેઓને લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવે છે. અમારા શોની વાર્તા આ દર્દની આસપાસ ફરે છે.
તે આગળ કહે છે, ‘આપણા દેશમાં ઘણી જગ્યાએ સગીર છોકરીઓના લગ્ન કરાવવાની પ્રથા બંધ થઈ ગઈ છે, પરંતુ કેટલાક શહેરોમાં આ રિવાજ હજુ પણ ચાલુ છે. અમે ઈચ્છીએ છીએ કે આ શો જોયા પછી આ પ્રથા સંપૂર્ણપણે ખતમ થઈ જાય.
શગુન પાંડે કહે છે, ‘અત્યાર સુધી, આ એકમાત્ર એવો શો છે જ્યાં મહિલા લીડ સિવાય મેકર્સ પણ મેલ લીડની વિચારસરણી દર્શાવશે. મારું પાત્ર – વીર પ્રતાપ સિંહ ખૂબ જ મજબૂત છે જે પોતાના સમાજના પ્રશ્નોનું સમાધાન શોધવા માંગે છે.
કુટુંબ એટલે કે દરેક વ્યક્તિ સાથે બેસીને આનદ કરે, સાથે ભોજન કરે વગેરે. આજે પણ ઘણા નાના શહેરોમાં સગીર છોકરીઓના લગ્ન થઈ રહ્યા છે, અમારા શોનો ઉદ્દેશ્ય તે સમસ્યાને જડમૂળથી ઉખેડી નાખવાનો છે.
શો ‘મેરા બલમ થાનેદાર’માં બતાવવામાં આવશે કે બુલબુલ (શ્રુતિ ચૌધરી)ના માતા-પિતા તેની અસલી ઉંમર છુપાવીને તેના લગ્ન કરાવે છે. IPS ઓફિસર વીર (શગુન પાંડે), જે વહેલાં લગ્નની વિરુદ્ધ છે, તે અજાણતાં જ બુલબુલ સાથે લગ્ન કરે છે. આ વાર્તા રાજસ્થાનની પૃષ્ઠભૂમિ પર આધારિત છે.